Get The App

ફિલ્મ ફ્લોપ જતા જાણીતા ડાયરેક્ટરે કર્યો આપઘાત, ફેન્સ અને સિનેમાજગતમાં શોકની લહેર

Updated: Nov 3rd, 2024


Google News
Google News
ફિલ્મ ફ્લોપ જતા જાણીતા ડાયરેક્ટરે કર્યો આપઘાત, ફેન્સ અને સિનેમાજગતમાં શોકની લહેર 1 - image


Kannada Filmmaker Guruprasad Committed Suicide : કન્નડ ફિલ્મજગતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ડાયરેક્ટર અને રિયાલિટી શોના જજ રહી ચૂકેલા ગુરૂપ્રસાદનું 52 વર્ષની ઉંમર નિધન થયું છે. તેમણે કેટલાક દિવસ પહેલા આપઘાત કરી લીધો હોવાનું જણાય રહ્યું છે. મળતી માહિતી અનુસાર, તેમની હાલની ફિલ્મ રંગનાયકા ફ્લોપ થઈ ગઈ હતી, આ ફિલ્મની નિષ્ફળતાના કારણે તેમને ખુબ મોટું નુકસાન પણ થયું હતું. તેમના પર ખુબ દેવું થઈ ગયું હતું. લેણદાર તેના પર ખુબ પ્રેશર કરી રહ્યા હતા. કોર્ટમાં તેના પર અનેક કેસ પણ ચાલી રહ્યા હતા. ફિલ્મ નિષ્ફળ જવાના કારણે તેઓ ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હતા. આ તમામથી કંટાળીને ગુરૂપ્રસાદે સુસાઈડ કરી લીધું. જણાવી દઈએ કે, રંગનાયકા ફિલ્મ આ વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. જોકે, કોમેડી ડ્રામા બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાલ કરી શકી ના હતા.

માનવામાં આવી રહ્યું છે કે ડાયરેક્ટરનું મૃત્યુ બે-ત્રણ દિવસ પહેલા જ થઈ ચૂક્યું હતું. ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પાડોશીઓને ગુરૂપ્રસાદના ઘરેથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ તે લોકોએ પોલીસને માહિતી આપી અને પોલીસ ઘરે પહોંચી. ત્યારે ગુરૂપ્રસાદ પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.

આ પણ વાંચો : જાણિતા ફેશન ડિઝાઈનર રોહિત બલનું નિધન, બે અઠવાડિયા પહેલા જ કર્યો હતો ‘કમબેક શો’

ફિલ્મ ફ્લોપ જતા જાણીતા ડાયરેક્ટરે કર્યો આપઘાત, ફેન્સ અને સિનેમાજગતમાં શોકની લહેર 2 - image

આ પણ વાંચો : 'કંગુઆ'ના એડિટરનું નિધન, ફિલ્મ રિલીઝ પહેલા ઘરમાંથી મૃતદેહ મળી આવતા હડકંપ

બે-ત્રણ દિવસ પહેલા જ થયું હતું મૃત્યુ?

રવિવારે ગુરૂપ્રસાદને બેંગાલુરૂના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા. તેઓ છેલ્લા 8 મહિનાથી ઉત્તર બેંગાલુરૂના મદનાયકનહલ્લી વિસ્તારમાં રહેતા હતા. પોલીસને શંકા છે કે આ આપઘાત છે. સોશિયલ મીડિયા પર ગુરૂપ્રસાદના નિધનના સમાચાર મળતા જ તેમના ફેન્સ, મિત્રો અને પરિવારમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ફિલ્મ સ્ટાર્સને પણ આ સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે.

Tags :
bollywoodbengaluru

Google News
Google News