Get The App

'એ લેખક નહીં, સેલ્સમેન છે..' સલીમ ખાન-જાવેદ અખ્તર પર કન્ટેન્ટ ચોરીના આરોપ લાગ્યાં

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
'એ લેખક નહીં, સેલ્સમેન છે..' સલીમ ખાન-જાવેદ અખ્તર પર કન્ટેન્ટ ચોરીના આરોપ લાગ્યાં 1 - image


Salim Khan and Javed Akhtar movies: બોલિવૂડની હિટ રાઈટર જોડી તરીકે લોકપ્રિય અને પ્રચલિત સલીમ ખાન અને જાવેદ અખ્તર પર અન્ય એક લેખકે ચોંકાવનારો આરોપ મૂક્યો છે. અનેક હિટ ફિલ્મોની આપનારા આ બંને દિગ્ગજ રાઈટરને કોપી રાઈટર ગણાવતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે.  

કન્ટેન્ટ ચોરીનો આરોપ

એક ડિજિટલ ડોક્યુમેન્ટરી માટે ઈન્ટરવ્યૂ આપતી વખતે ફિલ્મ રાઈટર અમિત આર્યને જણાવ્યું હતું કે, ‘હું સલીમ-જાવેદને લેખક માનતો જ નથી, જેમને આખી દુનિયા સલામ કરે છે. તેઓ ખરેખર લેખક છે જ નહીં, આ બંનેએ પોતાના જીવનમાં માત્ર કોપી જ કરી છે. તેમને કોપી રાઈટર કહેવા વધુ યોગ્ય રહેશે, રાઈટર નહીં.’

ક્રિએટિવિટીનો કર્યો બિઝનેસ

આ દરમિયાન અમિત આર્યને આ બંને હસ્તી વિશે અન્ય ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ‘ સલીમ-જાવેદ જાણતાં હતા કે, તેમને બિઝનેસ કેવી રીતે કરવો છે. તે માલ સારો વેચતા હતા, પરંતુ બંને લેખક તો જરાં પણ નથી. તેમને સારા સેલ્સમેન કહી શકાય.’

શોલે, જંજીર, ડોન જેવી હિટ ફિલ્મો આપી

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી બોલિવૂડની પ્રસિદ્ધ લેખક જોડી તરીકે પ્રચલિત છે. આ જોડીએ અનેક ફિલ્મોનું લેખન અને સ્ક્રીન રાઈટિંગ કર્યું છે અને તેમાંની મોટા ભાગની હિટ રહી છે. આ આઈકોનિક જોડીએ ‘શોલે’, ‘જંજીર’, ‘ડોન’ જેવી અનેક ફિલ્મોની વાર્તા લખી છે.

આ પણ વાંચોઃ તનુ વેડ્સ મનુ થ્રીમાં કંગના રણૌતનો ટ્રિપલ રોલ હશે

સલીમ ખાને પોતાને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી દીધા હતા. તેમના દ્વારા લખાયેલી વાર્તાઓની ફિલ્મો મોટાભાગે હિટ રહી છે. જાવેદ અખ્તરે પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. એક સમયે આ બંને બોલિવૂડના સૌથી મોંઘા લેખકો પૈકીના એક હતા, જેમની સ્ટોરીની આખી દુનિયા દિવાની હતી. તેમના પર 'એફઆઈઆર'ના લેખક અમિત આર્યને કન્ટેન્ટ કોપીનો આરોપ મૂક્યો છે.

અમિતે આ ફિલ્મોની વાર્તાને કોપી કહી

આ વિશે વધુ વાત કરતા આર્યને કહ્યું હતું કે, ‘તેમની એક ફિલ્મ છે, શોલે. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ડાકુએ નિવૃત્ત પોલીસ કર્મી ઠાકુર બલદેવસિંહના હાથ કાપી નાખ્યા હતા, અને તેમના પરિવારને પણ મારી નાખ્યો હતો. તેનો બદલો લેવા તેણે જય અને વીરૂની મદદ લીધી. આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી. જ્યારે તેની પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'મેરા ગાંવ મેરા દેશ' આ જ પ્લોટ પર બની હતી. તેમાં વિનોદ ખન્ના ડાકુની ભૂમિકામાં હતો અને તેનું નામ જબ્બર સિંહ હતું. તેણે હીરોના બંને હાથ કાપી નાંખ્યા હતા. આ બંને ફિલ્મોના કોન્સેપ્ટમાં ઘણી સમાનતા છે.’

આ ફિલ્મોમાંથી પણ કરી કોપી

અમિત આર્યને જણાવ્યું કે, શોલે ફિલ્મના અમુક સીન ‘દો આંખે બારહ હાથ’ અને ‘સેવેન સમુરાઈ’માંથી પણ લેવામાં આવ્યા છે. જેના એક-એક સિકવન્સની કોપી કરવામાં આવી હતી. 

‘દીવાર’ પણ કોપી ફિલ્મ હોવાનો દાવો 

અમિત આર્યને દીવાર ફિલ્મની વાર્તાને પણ ‘ગંગા જમુના’ ફિલ્મની કોપી કહી છે. તેમના મતે, દીવાર ફિલ્મનો ક્લાઈમેકસ સીન અને ગંગા જમુનાનો ક્લાઈમેક્સ લગભગ એકસમાન છે.

'એ લેખક નહીં, સેલ્સમેન છે..' સલીમ ખાન-જાવેદ અખ્તર પર કન્ટેન્ટ ચોરીના આરોપ લાગ્યાં 2 - image


Google NewsGoogle News