Get The App

મલાઈકા- અર્જુન કપૂરનો સંબંધ પણ અંતે તૂટ્યો! આ કારણથી 7 વર્ષ બાદ અલગ થયા

Updated: May 31st, 2024


Google NewsGoogle News
મલાઈકા- અર્જુન કપૂરનો સંબંધ પણ અંતે તૂટ્યો! આ કારણથી 7 વર્ષ બાદ અલગ થયા 1 - image


મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. લવ લાઈફની શરૂઆતમાં આ સંબંધને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા. વર્ષ 2019માં બંનેએ તેમના રિલેશનની જાહેરમાં પુષ્ટિ પણ કરી હતી પરંતુ બંને ઉંમરના તફાવતને કારણે ખૂબ ટ્રોલ થતા રહે છે.

વાસ્તવમાં મલાઈકા અરોરા 50 વર્ષની છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર 38 વર્ષનો છે. 12 વર્ષના ગેપને કારણે આ સંબંધ પર લોકો વારંવાર સવાલ ઉઠાવતા રહ્યાં છે. બીજી તરફ, આ કપલ ક્વોલિટી ટાઈમ વિતાવવાની કોઈ તક ગુમાવતું નહોતું પરંતુ છેલ્લા ઘણાં સમયથી બંને સાથે જોવા મળ્યા નથી.

તાજેતરમાં પિંકવિલામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમુક સમય પહેલા પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે. 

જોકે વાયુવેગે આ વાત વહેતી થતા કુશા કપિલાએ સ્પષ્ટતા આપતાં કહ્યું કે તેની અને અર્જુન કપૂર વચ્ચે કંઈ જ નથી. અર્જુન કપૂરે મલાઈકાના જન્મદિવસ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. આ પોસ્ટથી બંને વચ્ચે કોઈ ખટરાગ ન હોવાનું તો પુરવાર થયું હતુ પરંતુ કહેવાય છે કે બંને સાથે રહીને અલગ-અલગ રસ્તે ચાલવાનું શરૂ કરી દીધું છે.

પિંકવિલામાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે મલાઈકા અરોરા અને અર્જુન વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ હતા. આવી સ્થિતિમાં બ્રેકઅપ પછી પણ બંને સારા મિત્રોની જેમ જ રહેશે. તેઓ આ મામલાને પોતાની વચ્ચે જ પતાવવા માંગે છે. સૂત્રના જણાવ્યા અનુસાર તેમનો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો હતો પરંતુ હવે તે સમાપ્ત થઈ ગયો છે. જોકે બંને વચ્ચે કોઈ વાતને લઈને લડાઈ નથી. તેઓ ભવિષ્યમાં પણ એકબીજાને સપોર્ટ આપશે.

હાલમાં અર્જુન કપૂર તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં તે અજય દેવગનની 'સિંઘમ અગેન'માં જોવા મળશે. વાયરલ તસવીર અનુસાર તે હાલ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. મલાઈકા અરોરા ડાન્સ શોમાં જજ તરીકે પણ જોવા મળશે.


Google NewsGoogle News