'બોલીવુડના મોટા લોકો વોટ્સએપ હેક કરે છે, સરકાર એક્શન લે', કંગના રનૌતનું ચોંકાવનારું નિવેદન
નવી મુંબઇ,તા. 24 ફેબ્રુઆરી 2024, શનિવાર
અભિનેત્રી કંગના રનૌત તેના અભિનય માટે તેમજ પોતાના બેબાક નિવેદનો વ્યક્ત કરવા માટે જાણીતી છે. એકટ્રેસે હવે ફિલ્મ હસ્તીઓ પર એક આરોપ લગાવ્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક ફોટો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, લોકપ્રિય ફિલ્મ સેલિબ્રિટિઓ વોટ્સએપ જેવી લોકોની કોમ્યુનિકેશન એપને હેક કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.
ડાર્ક વેબ પર પણ કાર્યવાહી થવી જોઈએ
કંગનાએ આગળ પોસ્ટમાં સમજાવ્યુ છેકે, કેવી રીતે ફોન નંબર તેમજ તે લોકોના રજિસ્ટર્ડ નામો જેના હેઠળ તે નંબરો ખરીદવામાં આવ્યા છે. ફોન કૉલ કરતી વખતે, બધું સ્ક્રીન પર દેખાશે. તેણે આ માટે સરકારના વખાણ કર્યા અને લખ્યું, 'આ ખૂબ સારું કામ કર્યું છે. કેન્દ્રએ ડાર્ક વેબ વિશે પણ કંઈક કરવું જોઈએ.’
બોલિવૂડ સ્ટાર્સ વિશે આ કહ્યું
એકટ્રેસે વધુમાં કહ્યું કે, 'બૉલીવુડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ તેના વ્યસની બની ગયા છે, તેઓ માત્ર ત્યાંથી ગેરકાયદે સામાન જ લેતા નથી, પરંતુ વ્હોટ્સએપ અને મેઇલ જેવા દરેકના કોમ્યુનિકેશનને પણ હેક કરે છે. જો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો ઘણા મોટા નામોનો પર્દાફાશ થશે.
આ પહેલાં અભિનેત્રીએ અભિનેતા અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને ટક્કર આપી હતી. કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેનો એક વીડિયો શેર કરીને ટ્વિંકલને ઠપકો આપ્યો હતો. વીડિયોમાં અભિનેત્રી પુરૂષોની તુલના પોલીથીન બેગ સાથે કરતી જોવા મળે છે, જેના માટે કંગનાએ તેને નેપો કિડ કહી હતી.
કંગના રનૌતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એકટ્રેસ છેલ્લે 'ચંદ્રમુખી 2' અને 'તેજસ'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઇમરજન્સી'માં ઇન્દિરા ગાંધીનો રોલ કરતી જોવા મળશે. આ ફિલ્મનુ કંગનાએ દિગ્દર્શન પણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીને વિષ્ણુ મંચુ સ્ટારર 'કન્નપ્પા' માટે પણ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન શિવની ભૂમિકામાં છે, જ્યારે વિષ્ણુ માંચુ તેના ભક્તની ભૂમિકા ભજવશે.