બોલિવૂડ પણ વડાપ્રધાન મોદીના સમર્થનમાં, સલમાન-અક્ષયે પણ લક્ષદ્વીપના વખાણ કર્યા
લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે વિવાદમાં બોલિવૂડ સિતારાઓએ પ્રતિક્રિયા આપી છે
PM Modi Lakshadweep Tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર જાન્યુઆરીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં અને સાથે લક્ષદ્વીપની સુંદરતાની પ્રશંસા કરી હતી. ઘણાં લોકોએ વડાપ્રધાનની આ તસવીરોના વખાણ કર્યા હતાં. હવે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ‘X’ પર લખ્યું કે, લક્ષદ્વીપની સુંદરતા, સ્વચ્છતા અને આહલાદક દરિયાકિનારે વડાપ્રધાન મોદીને જોઈને ખૂબ જ સારું લાગ્યું અને સૌથી સારી વાત એ છે કે આ આપણા ભારતમાં છે.'
સલમાન ખાન સિવાય અન્ય ઘણાં બોલિવૂડ સિતારાઓએ પણ લક્ષદ્વીપની પ્રશંસા કરી છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ‘X’ પર લખ્યું ‘આ બધી તસવીરો અને મીમ્સ હવે મને સુપર FOMO બનાવી રહ્યા છે. લક્ષદ્વીપનો સુંદર દરિયાકિનારો જે સ્થાનિક સંસ્કૃતિથી ભરપૂર છે.’
અભિનેતા અક્ષય કુમારે 'X' પર લખ્યું - માલદીવની ઘણી જાણીતી જાહેર હસ્તીઓ તરફથી કોમેન્ટ આવી છે, જેઓ ભારતીયો પર અત્યંત નફરતભરી અને જાતિવાદી સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહ્યા છે. હું ખૂબ જ આશ્ચર્યચકિત છું કે તેઓ આ કેવી રીતે કરી શકે છે. તે પણ તે દેશ સાથે જે અહીંથી સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ મોકલે છે. આપણા પડોશી દેશ સાથે સારા સંબંધ છે, પરંતુ આપણે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરવી જોઈએ? મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેની પ્રશંસા કરી છે, પરંતુ ગૌરવ પહેલા આવે છે. ચાલો આપણે #IndianIslandsને અન્વેષણ કરવાનું નક્કી કરીએ અને આપણા પોતાના પર્યટનને સમર્થન આપીએ.
જ્યારે જોન અબ્રાહમે લખ્યું- 'અમેજિંગ ઈન્ડિયન હોસ્પિટાલિટી, "અતિથિ દેવો ભવ"ની વિચાર અને વિશાળ મરીન લાઈફ. લક્ષદ્વીપ ફરવા લાયક સ્થળ છે.