2024માં અનેક ફિલ્મો સુપર ફ્લોપ થતા મેકર્સના કરોડો રૂપિયા પાણીમાં, જુઓ સંપૂર્ણ યાદી
Biggest Flop Film of The Year 2024: કેટલીક ફિલ્મો પાસે શરૂઆતથી જ ખૂબ જ અપેક્ષા રાખવામાં આવતી હોય છે. પરંતુ રિલીઝ થયા પછી દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરતી નથી. ઘણી વખત સારી વાર્તા હોવા છતાં ફિલ્મો ફ્લોપ થઈ જાય છે. એવામાં રૂ. 350 કરોડના બજેટમાં બનેલી એક્શન થ્રિલર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આ વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ રહી છે. તેમજ આ દિવસે રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ મેદાન પણ ફ્લોપ રહી હતી.
'બડે મિયાં છોટે મિયાં' રહી બિગ ફ્લોપ
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' વર્ષ 2024ની સૌથી મોટા બજેટ ફિલ્મોમાંથી એક રહી છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ 350 કરોડના ખર્ચે બની હતી. પરંતુ જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેણે નિર્માતાઓને નિરાશ કર્યા. આ ફિલ્મનું કલેક્શન માત્ર 66 કરોડ રૂપિયા સુધી જ સીમિત હતું. સુપરસ્ટાર અભિનીત આ ફિલ્મ કમાણીના મામલામાં ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ પછી પણ ફિલ્મ ફ્લોપ ગઈ. એટલું જ નહીં, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું સ્ટારડમ પણ આ ફિલ્મમાં કામ ન આવ્યું.
'મેદાન' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ
અજય દેવગન એક્ટર-ડિરેક્ટર તરીકે જાણીતો છે. પરંતુ 2024માં તેની ફિલ્મ 'મેદાન' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું. ફિલ્મમાં અજય દેવગન, શારિક ખાન જુનિયર અને કન્નડ અભિનેત્રી પ્રિયામણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2024માં રમઝાન પર રિલીઝ થઈ હતી. ઈદ પર રિલીઝ થવાને કારણે ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા હતી. પરંતુ રિલીઝના પહેલા જ દિવસે 'મેદાન'એ તમામ અનુમાનોને ખોટા સાબિત કર્યા હતા.
ફિલ્મ શા માટે ફ્લોપ રહી?
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' અને અજય દેવગનની 'મેદાન' એક જ દિવસે રિલીઝ થઈ હતી. પરંતુ અલગ-અલગ વાર્તાઓ હોવા છતાં પણ દર્શકોએ બંને ફિલ્મોને નકારી કાઢી હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી. 'મેદાન' ભારતીય ફૂટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક હતી. ફિલ્મની વાર્તાના વખાણ થયા, પરંતુ દર્શકો સિનેમાઘરો સુધી પહોંચ્યા નહીં.
રિપોર્ટ્સ અનુસાર, અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા નિર્દેશિત 'મેદાન' 250 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ફિલ્મે પહેલા સપ્તાહમાં 28.35 કરોડ રૂપિયા, બીજા સપ્તાહમાં 10.25 કરોડ રૂપિયા અને ત્રીજા સપ્તાહમાં 80 લાખ રૂપિયાની કમાણી કરી હતી. એકંદરે 'મેદાન'એ માત્ર રૂ. 68 કરોડની કમાણી કરી અને રૂ. 180 કરોડની ખોટ કરી.