'Animal' હવે જોઈ શકશો મોબાઈલમાં, OTT પર રિલીઝ થશે રણબીર કપૂરની ફિલ્મ, જાણી લો તારીખ
Animal OTT Realease Date : બોલીવુડના દિગ્ગજ એક્ટર રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મ એનિમલ ટુંક સમયમાં જ તમારા ટીવી અને મોબાઈલ પર જોઈ શકશો. ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વંગા રેડ્ડીએ જણાવ્યું છે કે, આ ફિલ્મ 26 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. વર્ષ 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. આ ફિલ્મમાં એક્ટર બોબી દેઓલે ટુંકો રોલ કર્યો પરંતુ જબરદસ્ત રોલ કર્યો છે, જેના લોકોએ ખુબ વખાણ કર્યા છે.
ત્યારે, જે લોકોએ આ ફિલ્મ થિયેટરમાં મિસ કરી છે તેઓ હવે તેને ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગ અને તેના લુકના ખુબ વખાણ થયા છે. ફિલ્મમાં રણબીર અત્યાર સુધીમાં સૌથી અલગ જ રોલમાં જોવા મળ્યા. ત્યારે, પહેલીવાર રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના સ્ક્રીન શેર કરતી નજરે પડી.
ફિલ્મની કહાનીની વાત કરીએ તો આ ફિલ્મમાં એક બાપ દીકરાની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપૂરના પિતાના રોલમાં અનિલ કપૂર નજરે પડ્યા છે. ત્યારે, રશ્મિકા મંદિના તેમની પત્નીના પાત્રમાં જોવા મળ્યા.