Get The App

સિનેમાઘરોમાં અક્ષય કુમારની 'એન્ટી-સ્મોકિંગ એડ' નહીં જોવા મળે, 6 વર્ષ બાદ સેન્સર બોર્ડનો નિર્ણય

Updated: Oct 16th, 2024


Google News
Google News
સિનેમાઘરોમાં અક્ષય કુમારની 'એન્ટી-સ્મોકિંગ એડ' નહીં જોવા મળે, 6 વર્ષ બાદ સેન્સર બોર્ડનો નિર્ણય 1 - image


Akshay Kumar Anti Smoking Add discontinued| જ્યારે પણ તમે સિનેમાઘર કે ટૉકીજમાં ફિલ્મ જોવા જાઓ છો તો તેની શરૂઆતમાં જ તમને લગભગ 15 મિનિટ સુધી મોટા પરદે જાહેરાતો બતાવાય છે. જેમાં ઘણી બધી એન્ટી સ્મોકિંગ એડ પણ સામેલ હોય છે. તેમાંથી એક એડ અભિનેતા અક્ષય કુમારની પણ હોય છે જેમાં તે હોસ્પિટલની સામે ફૂ-ફૂ કરતાં નંદૂને ધૂમ્રપાન કરવાની ના પાડતો દેખાય છે. સીબીએફસી દ્વારા આ જાહેરાત બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. 

6 વર્ષ બાદ લેવાયો નિર્ણય! 

હવે એવા અહેવાલ છે કે અક્ષય કુમાર અને નંદૂવાળી આ જાહેરાત દર્શકોને સિલ્વર સ્ક્રિન પર નહીં જોવા મળે. અક્કીની આ 6  વર્ષ જૂની એડને હટાવવા અંગે સેન્સર બોર્ડે મોટો નિર્ણય કરી લીધો છે. થિયેટર્સમાં એન્ટી સ્મોકિંગ એડના માધ્યમથી લોકોમાં ધૂમ્રપાન વિરુદ્ધ જાગૃકતા ફેલાવવા માટે કામ કરાય છે. લાંબા સમયથી અક્ષય કુમાર પણ આ એડની મદદથી જાગૃકતા લાવી રહ્યો હતો. આ એડમાં તેની સાથે અભિનેતા અજય પાલ સિંહ દેખાતો હતો જે નંદૂની ભૂમિકામાં હતો. 

સિનેમાઘરોમાં અક્ષય કુમારની 'એન્ટી-સ્મોકિંગ એડ' નહીં જોવા મળે, 6 વર્ષ બાદ સેન્સર બોર્ડનો નિર્ણય 2 - image

સીબીએફસીએ હટાવી છે આ જાહેરાત 

એક રિપોર્ટના આધારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી) એ આ એડને હટાવવાનો નિર્ણય લીધો છે અને આવનારા સમયમાં હવે તમને આ એડ ફરી જોવા નહીં મળે.  ઉલ્લેખનીય છે કે આ સાથે અક્ષય કુમાર આ જાહેરાતમાં મહીલાઓના માસિક ધર્મ વખતે મહામારીથી બચવા માટે સેનેટરી પેડના ઉપયોગની પણ સલાહ આપે છે. 

સિનેમાઘરોમાં અક્ષય કુમારની 'એન્ટી-સ્મોકિંગ એડ' નહીં જોવા મળે, 6 વર્ષ બાદ સેન્સર બોર્ડનો નિર્ણય 3 - image


Tags :
bollywoodakshay-kumarnandu--addanti-smoking-ad

Google News
Google News