હું ઉપવાસ તો નથી રાખતી પણ...: કરવા ચોથ પર સોનમ કપૂરે શેર કરી તસવીર, જુઓ શું કહ્યું
Sonam Kapoor On Karva Chauth 2024 : આજે પૂરા દેશમાં કરવા ચોથનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં બોલિવૂડની ઘણી અભિનેત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. પરંતુ બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે કરવા ચોથનું વ્રત નથી રાખતી. જેમાં કપૂર પરિવારની પુત્રી સોનમ કપૂરનું નામ પણ સામેલ છે. જો કે, તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરવા ચોથ 2024ની ઉજવણીની તૈયારીઓની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
સોનમે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની સુંદર મહેંદી ડિઝાઇનને શેર કરીને જણાવ્યું કે તેને આ તહેવાર વિશે શું ગમે છે. શેર કરાયેલા પહેલા ફોટામાં ઘણા હાથ દેખાઈ રહ્યા છે. જેના પર મહેંદી લગાવવામાં આવી છે. ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'કરવા ચોથની પૂર્વ સંધ્યા... મહેંદી લગાવી... આભાર.'
આ સિવાય સોનમે વધુ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના સુંદર મહેંદી લગાવેલા હાથની ઝલક બતાવી રહી છે. શેર કરેલા ફોટામાં એક તરફ સોનમના પતિ આનંદ આહુજાનું નામ અને બીજી તરફ પુત્ર વાયુ કપૂર આહુજાનું નામ લખેલું જોવા મળી રહ્યું છે. ફોટામાં તે હસતી અને કેમેરા તરફ જોઈને પોઝ આપતી જોવા મળી રહી છે. અને તેના હાથની પાછળ મહેંદીની ડિઝાઇન બતાવી રહી છે. ફોટામાં સોનમ સફેદ રંગનો ડ્રેસ અને ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કૃષ્ણા- રાજ બંગલાનું ફર્સ્ટ લૂક જાહેર
તેની આ તમામ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે સોનમે કેપ્શનમાં લખ્યું, 'હું તમને જણાવી દઉં કે હું ઉપવાસ નથી રાખતી, પરંતુ મને મહેંદી લગાવવી અને ખાવાનું પસંદ છે'. અહીં તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન વર્ષ 2018માં હિંદુ રીતિ-રિવાજથી થયા હતા. આ પછી વર્ષ 2022માં દંપતીને ત્યાં તેના બાળક વાયુજો જન્મ થયો હતો.