એકટ્રેસ શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથેની રિલેશનશિપ કરી કન્ફર્મ! શેર કરી પોસ્ટ
Image: Shraddha Kapoor Instagram
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધાએ તેના કરિયરમાં અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.
લાંબા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે, શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. જોકે, તેણે આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. હવે એકટ્રેસની ઇન્સ્ટા સ્ટોરી જોઇને લોકો માની રહ્યાં છે કે, અભિનેત્રીએ રાહુલ સાથેની રિલેશનશિપ ઓફિશિયલ કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી હાલ ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે,શ્રદ્ધા કપૂરે રાહુલ સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શ્રદ્ધા કપૂરે રાહુલ મોદીની સાથે સેલ્ફી પોસ્ટ કરી છે અને 'દિલ'ની વાત કરી છે.
ડેટિંગની અફવાઓ વચ્ચે, શ્રદ્ધા કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રાહુલ સાથે પોતાની એક તસવીર શેર કરતી વખતે લખ્યું કે, ‘દિલ રખ લે, નીંદ તો વાપસ દે દે યાર.’ તસવીર શેર કરતી વખતે તેણે સ્માઈલી અને ફની ઈમોજીની સાથે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી અને ફોટામાં રાહુલને ટેગ પણ કર્યો છે. આ સેલ્ફી પછી એવું લાગે છે કે, શ્રદ્ધાએ રાહુલ મોદી સાથેની રિલેશનશિપ ઓફિશિયલ કરી છે.
આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રીએ રાહુલ સાથેનો ફોટો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. શ્રદ્ધા અને રાહુલ છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા છે અને થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે. બંને પોતાના સંબંધોને આગળ વધારવા માંગે છે. આટલું જ નહીં, તાજેતરમાં જ શ્રદ્ધા પણ તેના ગળામાં 'R' પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી.
શ્રદ્ધા કપૂરનું વર્કફ્રન્ટ
શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં જ ‘સ્ત્રી 2’, ‘ચાલબાઝ ઇન લંડન’ અને ‘ચંદા મામા દૂર કે હૈ’માં જોવા મળશે.