100 વખત રિજેક્ટ થઈ, ચાલીમાં 25 વર્ષ વીતાવ્યાં.. મુન્નાભાઈ MBBSની અભિનેત્રીએ સંઘર્ષના દિવસો યાદ કર્યા
Bollywood Actress Priya Bapat Stuggle: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એવી છે કે લોકો તેનાથી ચકિત થઈ જાય છે પરંતુ તેની પાછળના સંઘર્ષ અને લાચારીને સમજી શકતા નથી. આ ઈન્ડસ્ટ્રીમાં વ્યક્તિએ દરરોજ, દરેક ક્ષણે, માયાનગરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તક માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. મોટુ નામ ન બને ત્યાં સુધીનો સમય સંઘર્ષનો સમય હોય છે અને આ સંઘર્ષમાં કોઈ સ્ટારને ચાલીમાં રહેવું પડ્યું તો કોઈને રસ્તા પર સૂઈને રાત પસાર કરવી પડી હતી. આવી જ એક કહાણી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયા બાપટની પણ છે. જેણે ચાલીમાં પોતાની જિંદગી પસાર કરી હતી અને 100 વાર રિજેક્શનનો સામનો પણ કર્યો હતો. ત્યારે જતા તેને સંજય દત્ત સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી.
મુન્નાભાઈ એ.બી.બી.એસ થી કર્યું બોલિવૂડ ડેબ્યુ
એક્ટ્રેસ પ્રિયા બાપટે, હિન્દી ફિલ્મોની સાથે મરાઠી સિનેમામાં પણ કામ કર્યું હતું. તેણે મમૂટીની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ડૉ.બાબસાહેબ આંબેડકરમાં બાળ કલાકાર તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે સંજય દત્તની સુપરહિટ ફિલ્મ મુન્નાભાઈ એમ.બી.બી.એસખી બોલિવૂડમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. પ્રિયાએ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ' સિવાય 'લગે રહો મુન્નાભાઈ'માં પણ ખાસ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ પણ ઘણી હિટ રહી હતી અને તેને પસંદ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ KGF નહીં પણ યશના કરિયરની આ છે સૌથી મોટી ફિલ્મ, બજેટ કરતાં 10 ગણી કમાણી કરી હતી
25 વર્ષ ચાલીમાં રહી
એક્ટ્રેસ પ્રિયા બાપટ દાદરના રાનાડે રોડ સ્થિત એક નાનકડી ચાલીમાં રહીને મોટી થઈ છે. 2018 એક્ટ્રેસે પોતાના એક ઈન્ટરવ્યૂમાં ચાલીમાં વિતાવેલા મુશ્કેલ દિવસો વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે, 'મેં મારા જીવનના 25 વર્ષ એક ચાલીમાં વિતાવ્યા. મારા લગ્ન થયા ત્યાં સુધી હું ત્યાં જ રહી. દિવાળીથી લઈને દરેક તહેવારની ઉજવણી સુધી. તે ચાલી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે.'
આ પણ વાંચોઃ તારક મહેતાના 'સોઢી' ઉર્ફ ગુરૂચરણ સિંહની તબિયત બગડી, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો
100 વાર રિજેક્શનનો કર્યો સામનો
ચાલી સિવાય પોતાની ફિલ્મી સફર વિશે વાત કરતા તેણે કહ્યું કે, 'મારી ફિલ્મી સફર જરાય સરળ ન હોતી. ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, પહેલીવાર ટીવી એડ મળ્યા પહેલાં મને 100 વખત રિજેક્ટ કરવામાં આવી હતી.' નોંધનીય છે કે, ફક્ત હિન્દી જ નહીં પરંતુ, મરાઠી સિનેમા જોનારા ચાહકો પ્રિયાના કામને ખૂબ પસંદ કરે છે.