Get The App

સરકારી નોકરીની લાલચ આપી દિશા પટણીના પિતા સાથે રૂ. 25 લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
Disha Patani Father Duped 25 Lakh


Disha Patani Father Duped 25 Lakh: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) જગદીશ સિંહ પટણી સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિનેત્રીના પિતા સાથે સરકારમાં ઉચ્ચ હોદ્દો અને કમિશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂકના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ પછી કોતવાલી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

મજબૂત હોદ્દા મેળવવાની લાલચમાં બન્યા છેતરપિંડીનો શિકાર 

જગદીશ પટણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે શિવેન્દ્ર પ્રતાપ સિંહે તેનો પરિચય દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ નામના લોકો સાથે કરાવ્યો હતો. આ આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ મજબૂત રાજકીય કનેક્શન ધરાવે છે અને તેઓ જગદીશ પટણીને સરકારી કમિશનમાં ચેરમેન, વાઈસ ચેરમેન કે અન્ય કોઈ મજબૂત હોદ્દા આપશે. આ વચનથી આરોપીએ પટણી પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: પલક તિવારી અને ઈબ્રાહીમ અલી ખાનનું રિલેશનશીપ કન્ફર્મ? માલદિવ્સ વેકેશનની તસવીરો વાઇરલ

કામ ન થાય તો પૈસા પાછા આપવાનો કર્યો હતો વાયદો 

જગદીશ પટણીએ આરોપીને 5 લાખ રૂપિયા રોકડા અને 20 લાખ રૂપિયા ત્રણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. તેમજ તેમણે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ મહિના સુધી કામ ન થાય તો પૈસા પરત કરવાનો વાયદો પણ કર્યો હતો. પરંતુ જ્યારે પટણીએ તેની પાસે પૈસા પાછા માંગ્યા તો તેણે તેને ધમકાવવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં આરોપીઓએ દાવો કર્યો હતો કે કામ કરી રહ્યા છીએ. તેમજ આ અંગે ખોટો વિશ્વાસ અપાવવા સ્પેશિયલ ડ્યુટી પરના અધિકારી તરીકે એક વ્યક્તિની ઓળખ આપીને તેની સાથે મુલાકાત પણ કરાવી. પરંતુ મહિનાઓ વીતી જવા છતાં વાયદો પૂરો થયો નથી. 

એસએચઓએ જણાવ્યું કે પટણીએ આ અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી અને તેમના આદેશ પર કોતવાલીમાં શિવેન્દ્ર પ્રતાપ સિંહ, દિવાકર ગર્ગ, પ્રીતિ ગર્ગ, આચાર્ય જયપ્રકાશ અને હિમાંશુ વિરુદ્ધ છેતરપિંડી, ધાકધમકી અને બનાવટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સરકારી નોકરીની લાલચ આપી દિશા પટણીના પિતા સાથે રૂ. 25 લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો 2 - image



Google NewsGoogle News