મારા અને શુભમન ગિલ વચ્ચે એવું કશું નથી: બોલિવૂડ અભિનેત્રીએ ડેટિંગની વાતો પર તોડ્યું મૌન
Shubman Gill And Ananya Panday: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાની એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ અનન્યા અને આદિત્ય રોય કપૂરના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ અનંતના લગ્નમાં તેનો હાર્દિક પંડ્યા સાથે ડાન્સનો વીડિયો વાયરલ થતા તેનું નામ હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. હવે તાજેતરમાં અભિનેત્રીનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે.આ બાબતે અભિનેત્રી તેના અને શુભમન ગિલના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
શુભમન ગિલને ડેટ કરી રહી છે અનન્યા?
અભિનેત્રીએ હાલમાં જ તેના સને શુભમન ગિલના સંબંધોને લઈને ચુપી તોડી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીને એક ફેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, 'વિરાટ અને અનુષ્કાએ એક એડના શુટિંગ દરમિયાન મળ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા. તો એવી જ રીતે તમે અને શુભમન ગિલ પણ એક એડ શૂટમાં મળ્યા, તો શું ભવિષ્યમાં તમને અને શુભમનને આ રીતે સાથે જોઈ શકાશે?'
આ પ્રશ્નનો જવાબ આપતા અનન્યાએ કહ્યું કે, 'તેઓ વિરાટ-અનુષ્કા હતા, હું અલગ છું. મારી અને શુભમન વચ્ચે કંઈ નથી. અમે હમણાં જ એડ શૂટ કરી છે. તે સિવાય ક્યારેય વાત પણ નથી કરી. અનન્યાની આ વાતથી સ્પષ્ટ થઈ ગયું કે તે અને શુભમન એકબીજાને ડેટ નથી કરી રહ્યા.
આ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે શુભમનનું નામ
અગાઉ શુભમન ગિલનું નામ સારા અલી ખાન સાથે ચર્ચાઈ રહ્યું હતું. જોકે, ગિલ અને સારા અલી ખાન વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ શકી નથી. તેમજ ત્યારબાદ ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતનું નામ પણ શુભમન ગિલ સાથે ડેટિંગના મામલે ચર્ચામાં હતું. જો કે અભિનેત્રીએ અફવાઓ પર સંપૂર્ણ વિરામ લગાવી દીધો હતો.