Get The App

જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને પણ આવ્યો હાર્ટએટેક, ફિલ્મની શૂટિંગ વખતે જ એકાએક બેભાન થયા

અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટૂ જંગલ ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી

ડૉક્ટરોએ કહ્યું કે હાલ તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને પણ આવ્યો હાર્ટએટેક, ફિલ્મની શૂટિંગ વખતે જ એકાએક બેભાન થયા 1 - image


Heart attack News | બોલીવુડ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. 47 વર્ષીય શ્રેયસ અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટૂ જંગલ ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે જ આ ઘટના બની હતી. શૂટિંગ પૂરી કર્યા બાદ તે એકાએક બેભાન થઇને ઢળી પડ્યો હતો. જ્યાંથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં એન્જિયોપ્લાસ્ટી કરાવાઈ હતી. 

હાલમાં હાલત સ્થિર 

જોકે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી અપડેટ અનુસાર તેમની હાલત હાલમાં સ્થિર છે. અમુક દિવસ પહેલા અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જ્યાં શ્રેયસ તેમની સાથે બપોરે વેલકમ ટૂ જંગલ ફિલ્મની શૂટિંગ કરતો દેખાઈ રહ્યો હતો. સ્ટંટ પરફોર્મ કરતી વખતે અક્ષયની પાછળ શ્રેયસ પગથિયાં પર ઊભો હતો. વીડિયોમાં એક્ટર્સની મસ્તી દેખાતી હતી પણ કોઈને અંદાજ નહોતો કે એવું કંઈક થશે. તેમણે અંધેરી વેસ્ટના બેલેવ્યૂ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યાની માહિતી મળી હતી.

જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને પણ આવ્યો હાર્ટએટેક, ફિલ્મની શૂટિંગ વખતે જ એકાએક બેભાન થયા 2 - image


Google NewsGoogle News