આ એક્ટર પહોંચ્યો બાગેશ્વર ધામ, બાલાજી મહારાજના કર્યા દર્શન
Sanjay Dutt Visit Bageshwar Dham: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વર ધામનો મહિમા લોકોએ જોયો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ કોઈ ઓળખની જરૂર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં હનુમાનજીના આ ધામની લોકપ્રિયતામા પણ વધારો થયો છે. બાગેશ્વર ધામ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત થયું છે.
બાગેશ્વર ધામ એક એવું સ્થળ બની ગયું છે જ્યાં દરરોજ લાખો લોકો બાલાજીના દર્શન કરવા આવે છે. અત્યાર સુધી ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ બાગેશ્વર ધામ પહોંચી છે અને હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા છે. હવે બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત બાલાજીના દરબારમાં જોવા મળ્યો હતો.
બોલિવૂડના સુપરસ્ટાર સંજય દત્તે બાગેશ્વર ધામ પહોંચીને બાલાજીના ચરણોમાં માથું નમાવી તેમના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન સંજય દત્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ મળ્યો હતો. સંજય દત્તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે સમય વિતાવ્યો હતો. સિદ્ધપીઠ બાગેશ્વર ધામ આવ્યા બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સંજય દત્તને સાથે લઇને બાલાજીના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.
વીડિયો
સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેતાએ કેપ્શનમા લખ્યુ કે, "જય ભોલે નાથ, જય શ્રી હનુમાનજી, ગઈકાલે બાગેશ્વર ધામ ગયા, બાગેશ્વર મહારાજને મળ્યા, તેઓ ખૂબ જ આધ્યાત્મિકતા ધરાવતા સૌથી નમ્ર વ્યક્તિઓમાંના એક છે, ભગવાન શિવ તેમને આશીર્વાદ આપે." હર હર મહાદેવ." અભિનેતાએ તેની પોસ્ટમાં બાગેશ્વર ધામ સરકારને પણ ટેગ કર્યું છે.
બાગેશ્વર ધામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સંજય દત્તની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમા લખવામાં આવ્યુ છે કે, "બોલીવુડ સુપરસ્ટાર શ્રી સંજય દત્ત જી બાલાજીના દર્શન માટે પહોંચ્યા... આદરણીય સરકારના આશીર્વાદ લીધા અને આદરણીય સરકારની સામે સમગ્ર ધામ જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. ..પૂજ્ય સરકારે તેમને સમગ્ર મંદિર સંકુલ હવન કુંડ સાધના સ્થળ બતાવવાની મંજૂરી આપી અને તેમને બાગેશ્વર ધામના મહિમાથી વાકેફ કર્યા.