Get The App

WATCH: સૈફ અલી ખાનને હૉસ્પિટલમાંથી રજા અપાયા બાદનો પહેલો વીડિયો, અનોખા અંદાજમાં નજરે પડ્યો એક્ટર

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
WATCH: સૈફ અલી ખાનને હૉસ્પિટલમાંથી રજા અપાયા બાદનો પહેલો વીડિયો, અનોખા અંદાજમાં નજરે પડ્યો એક્ટર 1 - image


Saif Ali Khan Discharge: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન લીલાવતી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયો છે. એક્ટરની પત્ની કરીના કપૂર અને દીકરી સારા અલી ખાન, સૈફને લેવા હૉસ્પિટલ પહોંચી હતી. સૈફ અલી ખાન હૉસ્પિટલથી સફેદ શર્ટ, બ્લૂય ડેનિમ પહેરીને નીકળી રહ્યો છે. તેણે આંખ પર ચશ્મા લગાવેલા હતાં અને હાથમાં કાળી પટ્ટી બાંધેલી છે. એક્ટર પોતાની બ્લેક પોર્શે કારમાં સવાર થઈને ઘરે ગયા. તેમની સાથે મુંબઈ પોલીસના અધિકારી પણ જોવા મળ્યા હતા.

એક્ટરને 16 જાન્યુઆરીની રાત્રે ચાકૂ વાગ્યા બાદ અહીં ભરતી કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરીની રાત્રે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી આવ્યો હતો. ચોર સાથે ઝપાઝપી બાદ સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. અજાણ્યા શખ્સે સૈફ પર ચાકૂથી છ વાર કર્યા હતા, જેમાંથી બે ઘા ખૂબ ઊંડા હતા.

આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનારાને અભિનેતાના ઘરે લઈ ગઈ પોલીસ, ક્રાઇમ સીન રિક્રિએટ કરાયો તો 19 ફિંગરપ્રિન્ટ મળ્યા

ઈજાગ્રસ્ત થયો સૈફ અલી ખાન

નોંધનીય છે કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક્ટરને કરોડરજ્જુ પાસે ચાકૂનો 2.5 ઈંચનો ટુકડો ઘુસી ગયો હતો, જેને ડૉક્ટરે સર્જરીથી બહાર કાઢ્યો. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર નીતિન ડાંગેએ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનના શરીર પર 4 ઊંડા ઘા હતા, જેની સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટર નીના જૈન અને તેમની પ્લાસ્ટિક સર્જનની ટીમે સૈફના ગરદનના ઘાની સારવાર કરી છે. એક્ટરને અમુક અઠવાડિયા સુધી મૂવમેન્ટ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, તેનાથી ઇન્ફેક્શન થવાનું જોખમ છે.


Google NewsGoogle News