બોલિવુડ એક્ટર KRKની થઈ ધરપકડ, ખુદ ટ્વિટ કરીને લખ્યું- 'હું પોલીસ સ્ટેશન કે જેલમાં મરી જાઉં તો...'
Actor Kamal Rashid Khan Arrested : એક્ટર-ફિલ્મ મેકર કમાલ રાશિદ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ થઈ છે. તેના પર 2016માં એક કેસ દાખલ થયો હતો, જે હેઠળ તેઓ દેશ છોડીને ન જઈ શકે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ નવું વર્ષ મનાવવા દુબઈ જઈ રહ્યા હતા, આ પહેલા જ પોલીસે તેની એરપોર્ટથી ધરપકડ કરી લીધી. આ વાતની માહિતી ખુદ કમાલ ખાને ટ્વિટ કરીને આપી છે. સાથે લખ્યું કે, જો તેમને કંઈ થઈ જશે તો તેનું જવાબદાર કોણ હશે.
KRKના જીવને જોખમ!
પોતાના કોન્ટ્રોવર્શિયલ ટ્વિટ માટે ફેમસ કમાલે હાલમાં ટ્વિટ કરીને પોતાના જૂના કેસ અને ધરપકડનો ઉલ્લેખ કર્યો. ટ્વિટમાં કમાલે આખી માહિતી આપી. કમાલે લખ્યું કે, હું એક વર્ષથી મુંબઈમાં છું. હું સતત કોર્ટ દ્વારા અપાયેલી તમામ ડેટ્સ પર ટાઈમસર અટેન્ડ કરી રહ્યો છું. આજે હું નવા વર્ષના સેલિબ્રેશન માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે મારી એરપોર્ટથી જ ધરપકડ કરી લીધી. પોલીસના અનુસાર, હું 2016માં દાખલ કેસમાં વોન્ટેડ છું.
'હું પોલીસ સ્ટેશન કે જેલમાં મરી જાઉં તો..'
આ સાથે કમાલે પોતાના ટ્વિટમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું કે, સલમાન ખાનનું કહેવું છે કે, તેમની ટાઈગર 3 ફિલ્મ મારા કારણે ફ્લોપ ગઈ છે. જો હું કોઈપણ સંજોગોમાં પોલીસ સ્ટેશન કે જેલમાં મૃત્યુ પામીશ, તો આપ સૌને ખબર હોવી જોઈએ કે, આ એક હત્યા છે. અને આપ સૌને ખબર છે કે, કોણ જવાબદાર છે. આ સાથે કમાલે પોતાના ટ્વિટમાં વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ન્યૂઝ ચેનલ્સને પણ ટેગ કરી.
શું છે મામલો?
કમાલ સેલેબ્સને લઈને વિવાદિત ટ્વિટ્સ કરતા રહે છે. કમાલ પર સેલેબ્સને વગર કારણે બદનામ કરનારા ટ્વિટ્સ કરવાનો આરોપ છે. આ મામલે તેઓ અનેક વખત જેલ જઈ ચૂક્યા છે. કમાલની આ પહેલા 2022માં બે વખત ધરપકડ થઈ ચૂકી છે. સૌથી પહેલા તેમની ઈરફાન ખાન, ઋષિ કપૂરને લઈને વિવાદિત ટ્વિટના આરોપમાં ધરપકડ થઈ હતી. 2016માં કમાલ વિરૂદ્ધ વિક્રમ ભટ્ટે પણ કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષ સપ્ટેમ્બરમાં કમાલ પર તેમની ફિટનેસ ટ્રેનરે પણ સેક્શુયલી અસૉલ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કમાલની ધરપકડ કરી લેવાઈ હતી.
KRKનું કરિયર
જણાવી દઈએ કે, KRKએ વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'દેશદ્રોહી'થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, ત્યારબાદ તેઓ કોઈ ફિલ્મમાં હીરો તરીકે નજરે નથી આવ્યા. તેઓ રિયાલિટી શો બિગ બૉસનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.