Get The App

ભૂલથી ગોળી ચાલી ગઈ, પણ હવે...: ધ્રૂજતાં સ્વરે બોલ્યા ગોવિંદા, ઓડિયો વાઇરલ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ભૂલથી ગોળી ચાલી ગઈ, પણ હવે...: ધ્રૂજતાં સ્વરે બોલ્યા ગોવિંદા, ઓડિયો વાઇરલ 1 - image


Govinda Statement After Bullet Injury : બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને આજે સવારે (પહેલી ઓક્ટોબર) પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી. જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે. 

ગોળી વાગ્યા બાદ પોતાના પહેલાં નિવેદનમાં ગોવિંદાએ કહ્યું, 'તમારા બધાના અને ભોલેબાબાના આશિર્વાદ તેમજ ગુરૂની કૃપાના કારણે જે ગોળી વાગી હતી, તેને કાઢી દેવાય છે. હું ડૉક્ટર અગ્રવાલનો આભાર માનું છું. આ સાથે જ તમામને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર.' ગોવિંદાનું આ નિવેદન ઓડિયો રૂપે આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય તેમજ શિવસેના શિંદે દળના પ્રવક્તા કૃષ્ણ હેગડેએ રજૂ કર્યું હતું. ગોવિંદાના ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે, ગોવિંદાની સ્થિતિ ઘણી ગંભીર હતી.

આ પણ વાંચોઃ બોલિવૂડ અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકની ગોળી વાગી, આઈસીયુમાં ખસેડાયા

ભૂલથી છૂટી ગઈ ગોળી

હાલ ગોવિંદા CRITI હોસ્પિટલમાં દાખલ છે, ઘટનાની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેની લાઇસન્સ રિવોલ્વરને જપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, રિવોલ્વર ભૂલથી ચાલવાના કારણે ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગોવિંદાના મેનેજરે જણાવ્યું કે, હું અને ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતાં, ત્યારે જ આ ઘટના બની હતી. 

આ પણ વાંચોઃ અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

હાથમાંથી છૂટી ગઈ રિવોલ્વર

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.


Google NewsGoogle News