આલિયા-શર્વરીની ફિલ્મમાં બોબી દેઓલ વિલન બનશે

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
આલિયા-શર્વરીની ફિલ્મમાં બોબી દેઓલ વિલન બનશે 1 - image


- આલિયા તથા શર્વરી ફિમેલ સ્પાય હશે

- બોબી અગાઉ રણબીર સામે વિલન બન્યા બાદ હવે આલિયા સામે ખલનાયકની ભૂમિકામાં

મુંબઇ : આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય ફિલ્મમાં વિલન તરીકે બોબી દેઓલની વરણી કરવામાં આવી છે. બોબીએ  ફિલ્મ 'એનિમલ' માં બોબીએ રણબીર કપૂર સામે  ખૂંખાર વિલનની ભૂમિકા ભજવી હતી, અને હવે તે  આલિયાની ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવવાનો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક મહિલા એજન્ટના રોલમાં જોવા મળવાની છે. તેમજ શર્વરી વાઘ પણ આ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવવાની છે. બન્ને અભિનેત્રીઓ  એક મિશન માટે કામ કરશે અને તેમનો મુૂકાબલો બોબી દેઓલના પાત્ર સાથે થશે.  

યશરાજ દ્વારા સ્પેશ્યિલ એજન્ટસની કામગીરી દર્શાવતી અનેક ફિલ્મ તાજેતરનાં વર્ષોમાં બનાવાઈ છે. જોકે, પહેલીવાર કોઈ સ્પાય ફિલ્મમાં લેડી  એજન્ટસની ભૂમિકા કેન્દ્ર સ્થાને હશે. આલિયા ભટ્ટ આ પહેલાં 'રાઝી' ફિલ્મમાં લેડી સ્પાયની ભૂમિકા ભજવી ચુકી છે. 

જોકે, તે ફિલ્મ મોટાભાગે ઈન્ટેલિજન્સ ઈનપૂટને લગતી વાત હતી જ્યારે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક્શન દૃશ્યો ભજવતી દેખાશે. 


Google NewsGoogle News