'એનિમલ' પછી બોબી દેઓલ આ 3 ફિલ્મોમાં જોવા મળશે, જાણો કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
'એનિમલ' પછી બોબી દેઓલ આ 3 ફિલ્મોમાં જોવા મળશે, જાણો કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે 1 - image


-બોબી દેઓલે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાસ ઓફ 83, લવ હોસ્ટેલ અને આશ્રમ દ્વારા દર્શકોના દિલ જીતીવામાં સફળ રહ્યાં

નવી મુંબઈ,તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર

બોલિવૂડ એક્ટર બોબી દેઓલની બીજી સિનેમેટિક ઈનિંગ પણ પહેલીની જેમ જ શાનદાર સાબિત થઈ રહી છે. હાલના દિવસોમાં 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ એનિમલને લઇને રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દરેક પસાર થતા દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે પાંચ દિવસમાં જ વર્લ્ડવાઈડ કલેક્શન સાથે 481 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે એક્ટર બોબી દેઓલની ચારેતરફ પોતાની એક્ટીંગને લઇને વાહવાહી મળી રહી છે. બોબી દેઓલે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાસ ઓફ 83, લવ હોસ્ટેલ અને આશ્રમ દ્વારા દર્શકોના દિલ જીતીવામાં સફળ રહ્યાં. આવી સ્થિતિમાં દર્શકો તેની બીજી ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. 

એક્ટર આ ફિલ્મોમાં જોવા મળશે

'એનિમલ' પછી બોબી દેઓલ આ 3 ફિલ્મોમાં જોવા મળશે, જાણો કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે 2 - image

અપને 2

વર્ષ 2007માં રિલીઝ થયેલી દેઓલ પરિવારની ફિલ્મ અપનેમાં બોબી દેઓલ, સની દેઓલ અને ધર્મેન્દ્ર જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને ચાહકો હવે તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હજુ કામ ચાલી રહ્યું છે. 

શ્લોક- ધ દેસી શેરલોક

'શ્લોક- ધ દેસી શેરલોક' ફિલ્મનું નિર્દેશન કુણાલ કોહલીએ કર્યું છે અને આ ફિલ્મમાં બોબીની સાથે અનન્યા બિરલા પણ જોવા મળશે. ડિસેમ્બર 2022માં, બોબી દેઓલે સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ પોસ્ટની એક તસવીર શેર કરી હતી. આ શોટમાં બોબી દેઓલ કુણાલ સાથે સમુદ્રની વચ્ચે એક યોટમાં હતો.

હાઉસફુલ 5

હાઉસફુલ સીરિઝની અત્યાર સુધી 4 ફિલ્મો રિલીઝ થઈ છે, જેને પસંદ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ફિલ્મ હાઉસફુલ 5ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની ઓફિશિયલ સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર બોબી પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની કરી રહ્યા છે. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ રિલીઝ થશે.


Google NewsGoogle News