Get The App

બોબી દેઓલે રામાયણમાં કુંભકર્ણ બનવાની ના પાડી

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
બોબી દેઓલે રામાયણમાં કુંભકર્ણ બનવાની ના પાડી 1 - image


- સેક્રેડ ગેમ્સની કુક્કુ શુપર્ણખા બનશે

-  રણબીરના રામ અને સાઈ સીતા પલ્લવી તરીકેના  એઆઈ જનરેટેડ ફોટા વાયરલ

મુંબઇ : રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં કુંભકર્ણનો રોલ ભજવવાનો બોબી દેઓલે ઈનકાર કરી દીધો છે. 

બોબીને આ ફિલ્મ માટે રોલ ઓફર થયો હતો. પરંતુ, બોબીની ટીમ તરફથી સત્તાવાર રીતે જણાવાયું હતું કે બોબીએ આ રોલ માટે ઈનકાર કરી દીધો છે. 

બીજી તરફ , આ ફિલ્મમાં 'સેક્રેડ ગેમ્સ' વેબ સીરીઝની કુક્કુની એન્ટી શૂપર્ણખાના રોલમાં થઇ શકે છે.અભિનેત્રીએ આ રોલ માટે ઓડિશન આપ્યું છે. તેને આશા છે કે, તે આ ફિલ્મનો હિસ્સો બનશે. જોકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

દરમિયાન, ફિલ્મમાં રણબીર કપૂર રામ તરીકે અને સાઈ પલ્લવી સીતા તરીકે તથા યશ રાવણના રોલમાં કેવા લાગશે તેના એઆઈ જનરેટેડ ફોટા વાયરલ થયા છે. જોકે, ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ કલાકારના સત્તાવાર લૂક પ્રગટ કરાયા નથી. પરંતુ, આ એઆઈ જનરેટેડ ફોટાગ્રાફ્સ વિશે લોકો જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે. 

પોતે બીફ ખાવાનું બહુ પસંદ કરે છે તેવું કહી ચૂકેલા રણબીરની રામના પાત્રમાં વરણી પણ અનેક ચાહકોને પસંદ પડી નથી. 

Bobby-Deol

Google NewsGoogle News