બોબી દેઓલની કંગુવા રીલિઝ થાય તે પહેલાં સિકવલની જાહેરાત
- બીજો ભાગ 2027માં રીલિઝ થાય તેવી સંભાવના
- ફિલ્મનું ટીઝર તાજેતરમાં જરીલિઝ થઈ ચૂક્યું છે.
મુંબઈ : બોબી દેઓલ, સૂર્યા તથા દિશા પટાણીની ફિલ્મ 'કંગુવા' રીલિઝ થાય તે પહેલાં જ તેની સિકવલ બનાવવાની પણ જાહેરાત થઈ ગઈ છે.
આ ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. હવે ફિલ્મની ટીમ દ્વારા થયેલી અધિકૃત જાહેરાત મુજબ સિકવલની તૈયારી અત્યારથી જ શરુ થઈ ગઈ છે. હાલ સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે. આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરુ કરી દેવાશે અને મોટાભાગે ૨૦૨૭માં ફિલ્મ રીલિઝ કરાશે.
તમિલ સ્ટાર સૂર્યા ઉપરાંત ફિલ્મમાં બોબી દેઓલ પણ મહત્વની સમાંતર ભૂમિકામાં છે. હિરોઈન તરીકે દિશા પટાણીની કારકિર્દીની આ પહેલી તમિલ ફિલ્મ છે.