બોબી દેઓલ હવે સાઉથની ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે તેવી શક્યતા
- દક્ષિણની ફિલ્મના નિર્માતા સાથે વાતચીત ચાલી રહી હોવાના સંકેત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર
પ્રકાશ ઝાની વેબ સીરીઝ આશ્રમમાં બોબી દેઓલના અભિનયને વખાણવામાં આવ્યો છે. જોકે આ ફિલ્મ વિવાદમા ંસપડાઇ હતી, જેના કારણે અભિનેતા ચર્ચાને પાત્ર પણ બન્યો હતો. તેની કારકિર્દી હવે ફરી પાટે ચડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
બોબી દેઓલને હવે ફિલ્મની ઘણી ઓફરો મળી રહી છે. કહેવાય છે કે, તેની ધમાકેદાર પરફોર્મન્સ પછી તેને હવે સાઉથના ટોચના બેનરની ફિલ્મ મળે તેવી શકયતા છે. સૂત્રોની માનીએ તો, બોબી જલદી જ દક્ષિણની એક ફિલ્મમાં વિલનનો રોલ ભજવતો જોવા મળે તેવી સંભાવના છે.
દક્ષિણની મનોરંજન ઇન્ડસ્ટ્રીના સૂત્રે બોલીવૂડના સૂત્રને જણાવ્યું હતુ ંકે, દક્ષિણની એક ફિલ્મ માટે બોબી દેઓલ અને પ્રોડકશન હાઉસની વાતચીત અંતિમ ચરણમાં છે. સૂત્રે એ પણ જણાવ્યું હતુ ંકે, સાઉથના સુપરસ્ટાર સાથે બોબી દેઓલ મારામારી કરતો પણ જોવા મળશે.
બોબી અને તેની ટીમ આ પ્રોજેક્ટની નાનામાં નાની વાતો જાણી રહી છે. અભિનેતા પોતાના પાત્રમાં બદલાવ ઇચ્છી રહ્યો છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક ઇચેછે છે કે ફિલ્મનો વિલન પણ ફિલ્મમાં પાવરફુલ લાગવો જોઇએ.