Get The App

VIDEO VIRAL : બોબી દેઓલે ભાણીના લગ્નમાં માથા પર ગ્લાસ રાખીને કર્યો 'જમાલ કુડુ' સોંગ પર ડાન્સ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
VIDEO VIRAL : બોબી દેઓલે ભાણીના લગ્નમાં માથા પર ગ્લાસ રાખીને કર્યો 'જમાલ કુડુ' સોંગ પર ડાન્સ 1 - image


Image Source: Instagram

મુંબઈ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની ભાણી નિકિતા ચૌધરીએ રાજસ્થાનના ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં પોતાના બોયફ્રેન્ડ ઋષભ શાહ સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં પૂરો દેઓલ પરિવાર સામેલ થયો. સની દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ, કરણ દેઓલ અને રાજવીર દેઓલ સહિત લોકો લગ્નમાં ખૂબ મજા કરતા નજર આવ્યા. આ લગ્નમાં નિકિતાના મામા બોબી દેઓલે પણ પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલના વાયરલ ગીત જમાલ કુડુ પર સિગ્નેચર સ્ટેપની સાથે ડાન્સ કર્યો.

બોબી દેઓલનો જમાલ કુડુ ગીત પર માથા પર ગ્લાસ મૂકીને નાચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બોબી દેઓલ સ્ટેજ પર ઊભો થઈને પોતાનો ફેમસ ડાન્સ કરી રહ્યા છે. નવવિવાહિત દંપતી તેની પાછળ ઊભુ રહીને ચિયર કરી રહ્યુ છે. બોબી દેઓલની સાથે અમુક બીજા મહેમાન પણ આ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો બોબી દેઓલના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

અભય દેઓલે શેર કરી ભાણી સાથે તસવીર

અભય દેઓલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ભાણી નિકિતા ચૌધરી અને તેના પતિ ઋષભ શાહ સાથે પોઝ આપતા એક તસવીર શેર કરી. નિકિતા ધર્મેન્દ્રની પુત્રી અજિતા દેઓલ અને કિરણ ચૌધરીની પુત્રી છે. તે એક ડેન્ટિસ્ટ છે. વર્તમાનમાં અમેરિકામાં રહે છે. અભય દેઓલે ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમ માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી ગુલાબી શેરવાની પહેરી.

અભય દેઓલે શેર કર્યો વીડિયો

પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સની દેઓલ અને અભય દેઓલ પોઝ આપતા નજર આવ્યા. સની દેઓલને એક ગ્રે કોટ પહેરેલા જોવામાં આવ્યા. જેને તેમણે સફેદ શર્ટ સાથે કેરી કર્યો હતો જ્યારે અભયને સફેદ શર્ટ અને કાળા ચશ્મા પહેરેલા જોવામાં આવ્યા હતા. અભય દેઓલે ઈન્સ્ટાગ્રામ પર લગ્ન પહેલાના જશ્નનો એક વીડિયો શેર કર્યો છે.

ધર્મેન્દ્રના પહેલા લગ્નથી છે 4 બાળકો

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રએ 19 વર્ષની ઉંમરમાં 1954માં પ્રકાશ કૌર સાથે લગ્ન કરી લીધા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશના 4 બાળકો છે- અજય સિંહ (સની દેઓલ), વિજય સિંહ (બોબી દેઓલ), વિજેતા અને અજિતા દેઓલ. સની અને બોબી દેઓલની બહેનો અજિતા અને વિજેતા દેઓલ પણ માતા પ્રકાશ કૌરની જેમ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.


Google NewsGoogle News