Get The App

રોમેન્ટિક સીન વખતે તેના મોઢામાંથી ગંદી વાસ આવતી, દિમાગ હલી ગયું હતું: બોબી દેઓલ

બોબી દેઓલ હજુ પણ તેની ફિલ્મ 'એનિમલ'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે

Updated: Feb 14th, 2024


Google News
Google News
રોમેન્ટિક સીન વખતે તેના મોઢામાંથી ગંદી વાસ આવતી, દિમાગ હલી ગયું હતું: બોબી દેઓલ 1 - image


Bobby Deol and Manisha Koirala Gupt Scence: બોબી દેઓલને ઘણાં લાંબા સંઘર્ષ પછી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મળી છે. હાલની જ વાત કરીએ તો તેણે વેબ સિરીઝ 'આશ્રમ' દ્વારા ઘણી પ્રશંસા મેળવી અને હવે તેણે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'ની સફળતાનો આનંદ પણ માણી રહ્યો છે. આમ તે વર્ષ 1990માં બોબી દેઓલની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાં થતી હતી, પરંતુ પછી સમયની સાથે તેની ખ્યાતિમાં ઘટાડો થવા લાગ્યો હતો. ‘ગુપ્ત’ અને ‘સોલ્જર’ જેવી ફિલ્મો પછી બોબી દેઓલને તે જમાનાનો નવો સુપરસ્ટાર માનવામાં આવતો હતો. વર્ષ 1997માં મનીષા કોઈરાલા અને કાજોલ જેવી સ્ટાર કાસ્ટ સાથે ‘ગુપ્ત’ તે સમયની સૌથી હિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ વિશે તેણે અભિનેત્રી મનીષા કોઈરાલા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મનીષા સાથે કરવાનો હતો રોમેન્ટિક સીન

બોબી દેઓલે એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ 'ગુપ્ત' સંબંધિત એક રમૂજી કિસ્સો શેર કર્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું છે કે, ‘આ ફિલ્મના ગીત 'બેચેનિયાં'નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે રોમેન્ટિક હોવાને કારણે તેણે મનીષાની ચિન પર કિસ કરવાની હતી. આ સીન શરૂ થયો અને હું મનીષાની નજીક ગયો અને મેં જોયું કે, મનીષાના મોઢામાંથી ડુંગળીની તીવ્ર વાસ આવતી હતી. આ કારણસર મારા માટે એ સીન કરવો ખૂબ મુશ્કેલ થઈ ગયો. વાત એમ હતી કે, એ સીન પહેલા મનીષાએ કાચી ડુંગળી સાથે ચણા ચાટ ખાધા હતા. આ કારણથી તે સીન કરવો અઘરો થઈ ગયો હતો.’

આ રીતે બોબી દેઓલે કર્યું કમબેક 

બોબી દેઓલની અભિનય કારકિર્દીની વાત કરીએ તો તેણે સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3'થી તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેનું નસીબ ફરી વેબ સીરિઝ 'આશ્રમ'થી ચમક્યું. ત્યારબાદ ફિલ્મ 'એનિમલ'એ બોબી દેઓલને બોલિવૂડમાં 'લોર્ડ'નો દરજ્જો પ્રાપ્ત કરાવ્યો. આ ફિલ્મમાં તેની ભૂમિકા માત્ર થોડી મિનિટોની છે, પરંતુ તેના પાત્રે દર્શકોના મન પર ઊંડી છાપ છોડી છે. બોબીની આવનારી ફિલ્મોમાં દર્શકો ફિલ્મ 'કંગુઆ'ની છે. આ પછી તેની ફિલ્મ 'હાઉસફુલ 5' પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જેમાં તે કોમેડી રોલમાં છે. 

રોમેન્ટિક સીન વખતે તેના મોઢામાંથી ગંદી વાસ આવતી, દિમાગ હલી ગયું હતું: બોબી દેઓલ 2 - image


Tags :