સલમાન ખાનને માફી આપી શકે છે બિશ્નોઈ સમાજ! રાષ્ટ્રીય અધ્યક્ષે મૂકી આ શરત
image: X
Salman Khan Deer Hunting Case:સલમાન ખાન તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસને લઈને ચર્ચામાં છે. ભાઇજાનના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈએ ભાઈજાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, આગામી સમયમાં ઘરમાં ગોળી નહીં ચલાવે. આ પછી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ બિશ્નોઈ સમુદાયની માફી માંગી હતી અને સલમાનને માફી આપવાની અપીલ કરી હતી. આ મામલે બિશ્નોઈ સમુદાયે તેમની માફી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
ખરેખર, વર્ષ 1998માં સલમાન ખાને ફિલ્મના શૂટિંગ દરમિયાન
કાળા હરણનો શિકાર કર્યો હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની નારાજગીને
કારણે લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય
પછી લોરેન્સે પણ સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માંગવા કહ્યું હતુ.
હવે 27 વર્ષ બાદ અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું છે કે, તેમનો સમાજ સલમાન ખાનને માફ કરવા તૈયાર છે.
સલમાન ખાનને આ શરતે માફ કરશે બિશ્નોઈ
સમુદાય
બિશ્નોઈ સમાજના પ્રમુખ દેવેન્દ્ર બુડિયાનું નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં દેવેન્દ્ર બુડિયાએ કહ્યું કે, “સોમી અલીએ આપેલી માફીથી કોઈ ફરક પડતો નથી. આ રીતે અગાઉ રાખી સાવંતે પણ માફી માંગી હતી. પરંતુ આરોપી સલમાન ખાને પોતે જ સમાજ સમક્ષ પ્રસ્તાવ મૂકવો જોઈએ કે, તે માફી માંગવા માંગે છે. ત્યારે તેણે મંદિરની સામે આવીને માફી માંગવી જોઈએ અને સમાજ તેને માફ કરી શકે છે.”
બિશ્નોઈ સમાજના પ્રમુખે નિયમો જણાવ્યા
બુડિયાએ આગળ કહ્યું કે 'અમારા 29 નિયમોમાંથી એક 'ક્ષમાશીલ હૃદય' છે, જેમાં આપણા મહાન મહંતો, સાધુઓ, અગ્રણી પંચો અને બિશ્નોઈ સમુદાયના યુવાનો બધા સાથે મળીને વિચાર કરી શકે છે અને તેમને માફ કરી શકે છે. પરંતુ તેઓએ મંદિરની સામે આવીને શપથ લેવા પડશે કે, તેઓ આવું ખોટું કામ ક્યારેય નહીં કરે અને તેઓ હંમેશા પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરશે. જો આમ થશે તો અમે વિચારીશુ.