હાઇએસ્ટ માર્જિનથી જીત્યા બાદ હેમા માલિનીએ પોસ્ટ શેર કરીને માન્યો આભાર
Hema Malini: લોકસભા 2024ના પરિણામો આવી ગયા છે. આ વખતે ઘણા સેલેબ્સ પણ પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ લિસ્ટમાં બોલિવૂડની સાથે સાથે ભોજપુરી સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. જેમાં હેમા માલિની, કંગના રનૌત, શત્રુઘ્ન સિન્હા, રાજ બબ્બર, અરુણ ગોવિલ સહિત ઘણા સ્ટાર્સ સામેલ છે. ઘણા સેલેબ્સ જીત્યા તો ઘણાને હારનો પણ સામનો કરવો પડ્યો.
આ બધાની વચ્ચે બોલિવૂડની ડ્રીમ ગર્લ અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી હેમા માલિની સૌથી વધુ જોવા મળી હતી. હેમા લોકસભા ચૂંટણી જીતેલા સેલેબ્સમાં સૌથી વધુ માર્જિનથી જીતી છે. હેમા માલિનીએ ભાજપની ટિકિટ પર યુપીની મથુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને સૌથી વધુ માર્જિનથી જીતી હતી.હવે અભિનેત્રીએ આ જીત માટે એક પોસ્ટ શેર કરી છે.
હેમા માલિનીએ પોસ્ટ શેર કરતા કહ્યું, "હું મથુરાના દરેક બૃજ નિવાસીનો આભાર માનું છું. તમામ શ્રેષ્ઠ કાર્યકર્તાઓએ મારા માટે અથાક મહેનત કરી છે. તેઓએ દિવસ રાત મહેનત કરીને મને જંગી માર્જિનથી જીતાવી છે.
હેમાએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો
હેમાએ આગળ લખ્યું, "હું તે તમામ ધારાસભ્યોનો પણ આભાર માનું છું જેમણે આ જીત માટે ચોવીસે કલાક કામ કર્યું છે. હું તમારા અથાક પ્રયાસો માટે દિલથી તમારા બધાનો આભાર માનું છું.
હેમા માલિનીએ પણ પોતાની પોસ્ટમાં પીએમ મોદીનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, "સૌથી વધુ, હું આ ખાસ દિવસને લઈને મોદીજીનો આભાર માનું છું, કે તેમણે મારા પર ભરોસો કર્યો અને મને ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડવા માટે કહ્યું. જય હિંદ! જય ભારત!"
હેમા માલિની કેટલા મતોથી જીત્યા?
મહત્વનું છેકે, ભાજપ નેતા હેમા માલિની યુપીની મથુરા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી હતી. હેમા માલિનીએ કોંગ્રેસના મુકેશ ધનગરને 293407 મતોથી હરાવ્યા છે. હેમા માલિનીએ 5 લાખ 10 હજાર 64 વોટ મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના મુકેશ ધનગરને 2 લાખ 16 હજાર 657 મત મળ્યા હતા.