બિગ બોસ વિનર મુનાવર ફારુકી ફરી ચર્ચામાં, હુક્કારબારમાં રેડ વખતે મુંબઈ પોલીસે કરી ધરપકડ
સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીને પોલીસે કસ્ટડીમાં લીધો
મંગળવારે રાત્રે મુંબઈમાં એક હુક્કાબારમાં દરોડા દરમિયાન કરવામાં આવી કાર્યવાહી
Munawar Faruqui: સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે મંગળવારે રાત્રે મુંબઈમાં એક હુક્કાબારમાં દરોડા દરમિયાન આ કાર્યવાહી કરી હતી. ફારૂકીની સાથે અન્ય 6 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તમાકુ ઉત્પાદનોના ઉપયોગની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.
તમાકુ પ્રોડક્ટ્સ એક્ટ 2003 હેઠળ નોંધાયો કેસ
ફારૂકી અને અન્ય અટકાયત કરાયેલા લોકો સામે સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ એક્ટ 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક અખબારના અહેવાલ મુજબ દરોડા દરમિયાન ફારૂકી હુક્કાબારમાં હાજર હતો અને તેનું મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે કેસ નોંધાયા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
Big Boss 17 winner Munawar Faruqui and 13 others were detained and a case has been registered against them in a hookah bar raid in the Fort area last night. All accused were released after questioning: Mumbai Police
— ANI (@ANI) March 27, 2024
હર્બલ હુક્કાની આડમાં તમાકુના હુક્કાના ઉપયોગની મળી હતી માહિતી
બોરા બજારમાં આવેલા સબલાન હુક્કાબારમાં પોલીસે દરોડો પાડ્યો હતો. અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'ત્યાંના લોકો હર્બલ હુક્કાની આડમાં તમાકુના હુક્કાનો ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો'. જો તે સાબિત થશે કે તમાકુ હુક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તેમની સામે COTPA હેઠળ કેસ નોંધવામાં આવશે.
દરોડા દરમિયાન અમુક રકમ અને હુક્કાની પોટલી કરી જપ્ત
અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસનું કહેવું છે કે ફોર્ટ વિસ્તારમાં ચાલતું આ હુક્કાબાર ગેરકાયદેસર છે. દરોડા દરમિયાન રૂ. 4400 રોકડા અને રૂ. 13 હજાર 500ની કિંમતની 9 હુક્કાની પોટલી જપ્ત કરવામાં આવી હતી.
આ પહેલા પણ વિવાદમાં આવ્યો હતો મુનાવર
વર્ષ 2021માં ઇન્દોરમાં એક સ્ટેન્ડ-અપ કોમેડી ઈવેન્ટ દરમિયાન ભગવાન રામ વિશે કેટલીક અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને માત્ર ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો ન હતો, તેના ઘણા શો પણ રદ થયા હતા. જો કે, વર્ષ 2022 માં, તે રિયાલિટી ટીવી શો લોક અપ દ્વારા કેમેરામાં પાછો ફર્યો. બાદમાં તે બિગ બોસ 17નો પણ ભાગ બન્યો અને જીત્યો.