Get The App

'જ્યારે અભિનેત્રીના હોઠ કૂતરાએ કરડી ખાધા, સર્જરી કરાવી તો..' ભયાનક ઘટના વિશે જાણી ફેન્સ ચોંક્યા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
'જ્યારે અભિનેત્રીના હોઠ કૂતરાએ કરડી ખાધા, સર્જરી કરાવી તો..' ભયાનક ઘટના વિશે જાણી ફેન્સ ચોંક્યા 1 - image


Image: Instagram 

Bigg Boss OTT 3: બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન ધમાકેદાર શરૂ થઈ ગઈ છે. આ વખતે શોની કમાન બોલિવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરે સંભાળી છે. આ વખતના બિગ બોસ શો માં વડાપાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિતથી લઈને બોલિવૂડ એક્ટર રણવીર શૌરી જેવા પ્રખ્યાત નામોએ શો માં એન્ટ્રી લીધી છે. ટીવીથી લઈને બોલિવૂડ સુધી, પત્રકારો, સોશિયલ મીડિયા ઇંન્ફ્લુએન્સર અને યુટ્યુબર્સ બિગ બોસ OTT 3માં સ્પર્ધકો તરીકે પહોંચ્યા છે. આ દરમિયાન શોમાં ભાગ લેનારી અભિનેત્રી સના મકબૂલે પોતાના વિશે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પૌલોમી દાસ બ્રેઈન હેમરેજ થયું હતું

શો શરૂ થતાંની સાથે જ અભિનેત્રી સના મકબૂલ સહ-સ્પર્ધક પૌલોમી દાસ સાથે વાત કરતી જોવા મળી હતી, જ્યાં બંનેએ પોતાના વિશે કેટલીક વાતો શેર કરી હતી અને તેમની સાથે બનેલી ગંભીર ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યાં પૌલોમીએ ખુલાસો કરતા કહ્યું કે, મને એકવાર બ્રેઈન હેમરેજ થયું હતું, જેના કારણે મને લગભગ 3 મહિના સુધી કંઈ યાદ નહોતુ. આટલું જ નહીં મને અચાનક એક શોમાંથી રિપ્લેસ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પૌલોમીએ સનાના હોઠની આસપાસ નિશાન જોયા અને અભિનેત્રીને તેના વિશે પૂછ્યું હતુ.

સનાએ આ ભયાનક ઘટનાનો ખુલાસો કર્યો

પૌલોમીના સવાલનો જવાબ આપતા સનાએ પોતાના સાથે થયેલી ભયાનક ઘટના વિશે જણાવતા કહ્યું કે, આ પહેલાના માર્ક્સ છે. આ ખૂબ જ ભયાનક ઘટના હતી, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. મારા ચહેરાના હોઠના ભાગને એક કૂતરાએ કરડ્યો હતો. 

મારો ચહેરો મારી આજીવિકા છે - સના

સનાએ વધુમાં કહ્યું કે, મારો ચહેરો મારી આજીવિકા છે. આવી સ્થિતિમાં આ ઘટના તેમના માટે ખૂબ જ ભયાનક હતી. તેણે એ પણ જણાવ્યું કે, આ ઘટના બાદ તે લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહી. આ પહેલા સનાએ ખતરોં કે ખેલાડી દરમિયાન પણ આ ઘટના વિશે વાત કરી હતી. 

સનાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન એક કૂતરાએ મારા ચહેરા પર, ખાસ કરીને હોઠ પર કરડ્યુ હતુ,   જેના કારણે મારે સર્જરી કરાવવી પડી હતી. પરંતુ, હજુ પણ ચહેરા પર આ નિશાન છે.


Google NewsGoogle News