Bigg Boss OTT : અરમાન મલિકે જુઓ કોને લાફો માર્યો, બિગ બોસના નિર્ણયથી દર્શકો પણ આશ્ચર્યમાં
Armaan Malik slaps Vishal Pandey: બિગ બોસ ઓટીટી 3માં આ વખતે ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. બીગ બોસના ઘરમાં અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે ગયો છે. તેની એક પત્ની પાયલ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગઈ છે અને હવે અરમાન તેની બીજી પત્ની કૃતિકા સાથે બિગ બોસના ઘરમાં છે. એવામાં પાયલે વિશાલ પાંડે પર અરમાનની બીજી પત્ની કૃતિકા મલિક વિશે ખોટી વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. જેનાથી ગુસ્સે થઈને અરમાને વિશાલ પાંડેને લાફો મારી દીધો હતો.
વિશાલ પાંડેએ કૃતિકા વિશે શું કહ્યું?
વિશાલે લવકેશ સામે કૃતિકાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને ભાભી (કૃતિકા મલિક) ગમે છે, હું કહું છું કે તે સારી છે. વિશાલે પહેલા પણ કૃતિકાને કહ્યું હતું કે તમે મેકઅપ વગર સારા લાગો છો. પરંતુ જ્યારે આ સમાચાર અરમાન મલિક સુધી પહોંચ્યા તો તેનો ગુસ્સો વધી ગયો. અરમાને જઈને વિશાલ પાંડેને લાફો મારી ડીશો હતો. જે બાદ બિગ બોસના દર્શકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જ્યારે અરમાનના ચાહકો તેની સાથે ઉભા જોવા મળ્યા હતા, ત્યાં ઘણા લોકો એવું માનતા હતા કે વિશાલ સાથે કંઈક ખોટું થયું છે અને અરમાનને સજા મળવી જોઈએ.
બીગ બોસ ઘરના સભ્યોએ લીધો નિર્ણય
અરમાને વિશાલને લાફો માર્યા પછી, બિગ બોસે લવકેશ કટારિયા, રણવીર શૌરી અને દીપક ચૌરસિયાને કન્ફેશન રૂમમાં બોલાવ્યા હતા. બિગ બોસે તેને કહ્યું કે સામાન્ય રીતે જ્યારે પણ કોઈ સ્પર્ધક બિગ બોસના ઘરમાં અન્ય સ્પર્ધક પર હાથ ઉપાડે છે ત્યારે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવે છે. પરંતુ આ ઘટના અન્ય ઘટનાઓ કરતા અલગ છે. આ કિસ્સામાં, અરમાન એક પતિ છે, કોઈએ તેની પત્ની વિરુદ્ધ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે કે તેને આ પગલું ભરવા માટે ઉશ્કેરવામાં આવ્યો છે. આથી એ તમારે નક્કી કરવાનું છે કે અરમાનને શોમાં રાખવો જોઈએ કે બહાર કાઢી નાખવો જોઈએ.
અરમાનને સજા મળી
કન્ફેશન રૂમમાં બોલાવવામાં આવેલા ત્રણેય સ્પર્ધકોએ નક્કી કર્યું કે આ સમગ્ર મામલામાં અરમાન મલિક નહીં પણ વિશાલ પાંડે ખોટો છે અને તેથી અરમાનને સજા ન થવી જોઈએ. જો કે, આ ત્રણેય સ્પર્ધકોના નિર્ણયને ઘરના સભ્યો સાથે શેર કરતી વખતે, અનિલ કપૂરે અરમાનને કહ્યું કે ભલે આજે તમને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવામાં'ન આવે પરંતુ તમારી સજા એ છે કે હવેથી તમે જ્યાં સુધી આ ઘરમાં છો ત્યાં સુધી દર અઠવાડિયે તમને નોમિનેટ કરવામાં આવશે.