'ઓનસ્ક્રીન ન્યૂડિટીને કારણે દુષ્કર્મના કેસ વધ્યાં...', જાણીતી સેલિબ્રિટીએ ગ્લેમર જગતની ડાર્કસાઇડ ઉઘાડી પાડી
Pavitra Punia: રિયાલિટી શૉ ફેમ પવિત્રા પુનિયા ઘણી ટીવી સિરીયલોમાં જોવા મળી છે. પોતાના અભિનયની સાથે સાથે તે સ્પષ્ટ રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે દેશમાં વધી રહેલા અપરાધ દર અને બળાત્કારના કિસ્સાઓ વિશે વાત કરી હતી. તેમનું માનવું છે કે ઓનસ્ક્રીન ન્યૂડિટીના કારણે રેપના કેસ વધી રહ્યા છે. તેણીએ કહ્યું કે, મહિલાઓ રસ્તા પર અને ઈન્ડસ્ટ્રીમાં અસુરક્ષિત છે.
આવા સીનના કારણે દુષ્કર્મના કેસ વધ્યાં છે
એક ઈન્ટરવ્યૂમાં પવિત્રાએ કહ્યું, 'મેકર્સને લાગે છે કે બે સીન કર્યા પછી બે બટન તો ખોલો. જે છોકરીને ઓનસ્ક્રીન કોઈએ આવું કરતી જોઈ છે, તેમને તેઓ કોઈની દીકરી કે વહુ તરીકે જોતા જ નથી. તેમજ આ પ્રકારના સીનના કારણે રેપિસ્ટ વધી રહ્યા છે.'
જાણો પવિત્રાએ શું કહ્યું
પવિત્રાએ વધુમાં કહ્યું, અમે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાનને આવું કંઈ કરતા જોયા નથી અને જો કર્યું હોય તો પણ તેમાં નિર્દોષતા હતી. એ હીરોઈનોને કોઈ વાસનાભરી નજરે નથી જોઈ.
પવિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાનને આવું કંઈ કરતા જોયા નથી, અને જો કર્યું હોય તો પણ તેમાં નિર્દોષતા હતી. એવામાં તમે જ આવા સીન કરવો છો અને કહો છો કે ક્રાઈમ રેટ વધી ગયો છે. આવા સીન બતાવવાનું બંધ કરો. જો તમે આવો એક સીન નહિ નાખો તો શું ફિલ્મ નહિ ચાલે!'