બિગ બોસ ફેમ અબ્દુ રોજિક કોની સાથે કરશે લગ્ન? જાણો કોણ છે છોટે ભાઇજાનની ભાવિ કન્યા
Abdu Rozik shares Marriage Date: રિયાલિટી શો બિગ બોસ 16માં ખૂબ ધૂમ મચાવનાર અબ્દુ રોજિક આજે કોઇ ઓળખાણનો મોહતાજ નથી રહ્યો. દેશના દરેક લોકોના દિલ જીતનાર અબ્દુ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયો. સલમાન ખાન સહિત આખું બોલિવૂડ તેના ફેન છે. 3 ફૂટ ઉંચા અબ્દુ રોજિકે શો દરમિયાન કહ્યું હતું કે, હું ઇચ્છુ છું કે, એવુ કોઈ મારા જીવનમાં આવે જેની સાથે હું લગ્ન કરી શકું. હવે અબ્દુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, અબ્દુને તેના સપનાની છોકરી મળી ગઈ છે. અબ્દુ રોજિકે પોતે આ વિશે જણાવ્યું છે અને પોતાના લગ્નની તારીખ પણ જણાવી છે.
અબ્દુ રોજિકે પોતાની નિર્દોષતાથી સૌના દિલ જીતી લીધા. દરેક વ્યક્તિ તેના ગીતોના પ્રેમમાં પડી ગયો. હવે અબ્દુએ તેના ચાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે.
અબ્દુ રોજિક આ દિવસે લગ્ન કરશેઅબ્દુ રોજિકે એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનમાં કોઈ આવશે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે, મને મારો પ્રેમ મળ્યો છે. જે મને માન આપે છે અને મારી સંભાળ રાખે છે. તે અને હું 7 જુલાઈએ લગ્ન કરી રહ્યા છીએ અને હું તમને જણાવી શકતો નથી કે હું કેટલો ખુશ છું.
આ વીડિયોમાં અબ્દુલે રિંગ પણ તેના ફેન્સને બતાવી અને કહ્યું કે, તે 7 જુલાઇના રોજ નિગાહ કરશે.
અબ્દુ રોજિક 7મી જુલાઈએ યુએઈમાં તે યુવતી સાથે લગ્ન કરશે. રિપોર્ટ્સ અનુસાર, યુવતીનું નામ અમીરા છે અને આ સિવાય તેના વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અબ્દુ રોજિકની ફેન ફોલોઈંગ માત્ર યુએઈમાં જ નથી પરંતુ ભારતમાં પણ તેના ઘણા ફોલોઅર્સ છે અને તેના લગ્નના સમાચારથી દરેક વ્યક્તિ ખુશ છે.