બિગ બોસની આ કંટેસ્ટેંટે પોતાના મિત્ર વિરુદ્વ નોંધાવ્યો રેપ કેસ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
બિગ બોસની આ કંટેસ્ટેંટે પોતાના મિત્ર વિરુદ્વ નોંધાવ્યો રેપ કેસ 1 - image


નવી મુંબઇ,તા. 31 જાન્યુઆરી 2024,બુધવાર 

હાલમાં જ બિગ બોસની 17મી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ થયો હતો. આ કારણે બિગ બોસ ખૂબ જ ચર્ચામાં છે. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી આ શોના વિજેતા બન્યા હતા. આ વચ્ચે બાગ બોસ 11 ને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  

બિગ બોસમાં જોવા મળેલી એક અભિનેત્રી-મૉડેલે દિલ્હીના ટિગરી પોલીસ સ્ટેશનમાં તેના મિત્ર વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે, મિત્રએ પહેલા તેને ફ્લેટમાં બોલાવી અને પછી તેની સાથે રેપ કર્યો. આ ઘટના પછી પીડિતાએ સાઉથ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાના નિવેદન બાદ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. 

શું છે સમગ્ર મામલો?

પોલીસને આપેલી ફરિયાદમાં અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, આરોપી વ્યક્તિ તેને વર્ષ 2022થી ઓળખે છે. વર્ષ 2023માં, જ્યારે તે દિલ્હીમાં હતી, ત્યારે આરોપીએ તેને કહ્યું કે, મારો મિત્ર તને મળવા માંગે છે અને તે તેને મળવાની જીદ કરવા લાગ્યો.

લગ્નના બહાને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા

પીડિતાનો આરોપ છે કે, જ્યારે આરોપી તેને મળવા આવ્યો ત્યારે તે પોતે સામાન લઇને આવ્યો હતો, જેમાં કેટલીક ખાદ્યપદાર્થો હતી, ત્યારબાદ હું નશામાં હતી. જે બાદ પીડિતાએ ના પાડવા છતાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપી તેને લગ્નના વાયદા આપતો હતો. 

પીડિતાનો આરોપ છે કે, આરોપી લગ્નના નામે સતત તેના ન્યૂડ વીડિયો અને તસવીરો માંગતો હતો. જ્યારે પણ પીડિતા તેની સાથે લગ્નની વાત કરતી તો તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

પીડિતાનો આરોપ છે કે, આરોપીઓએ તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કલમ 376/506 IPS હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News