અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5ને લઈને મોટી અપડેટ, હવે દિવાળી પર નહીં થાય રિલીઝ, જાણો નવી તારીખ

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5ને લઈને મોટી અપડેટ, હવે દિવાળી પર નહીં થાય રિલીઝ, જાણો નવી તારીખ 1 - image


Image Source: Instagram

મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર

હાઉસફુલ 5 અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. પોપ્યુલર ફ્રેંચાઈઝી હાઉસફુલે પોતાની દરેક ફિલ્મથી દર્શકોને ખૂબ હસાવ્યા છે. હવે આ ફ્રેંચાઈઝીની પાંચમી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે ફિલ્મને લઈને જે અપડેટ આવ્યુ છે તેનાથી ચાહકોને ઝટકો લાગી શકે છે. ફિલ્મ હાઉસફુલ 5 ની રિલીઝ ડેટ મેકર્સે ટાળી દીધી છે. 

હાઉસફુલ 5 ની રિલીઝ ડેટ ટળી

અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અમુક તસવીરો શેર કરી છે. આ સાથે જ ખેલાડી કુમારે તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત ફિલ્મ હાઉસફુલ 5 ની નવી રિલીઝ ડેટ પણ એનાઉન્સ કરી દીધી છે. પહેલી તસવીરમાં એનાઉન્સ કરવામાં આવ્યુ છે કે ઈન્ડિયાની સૌથી મોટી કોમેડી ફ્રેંચાઈઝી જૂન 2025માં બેક કરશે. આ સાથે જ એક અન્ય તસવીરમાં ટીમનું સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

જેમાં લખવામાં આવ્યુ છે, હાઉસફુલ ફ્રેંચાઈઝીની ભારે સફળતાનું ક્રેડિટ દર્શકોને જાય છે અને અમે હાઉસફુલ 5 માટે પણ આ પ્રકારના વેલકમની આશા કરીએ છીએ. ટીમે એક બિલકુલ માઈન્ડ-બ્લોઈંગ કહાની તૈયાર કરી છે જે માંગ કરે છે ટોપ લેવલનું વીએફએક્સ. તેથી અમે એક શ્રેષ્ઠ સિનેમાના અનુભવની સાથે પાંચગણુ એન્ટરટેઈનમેન્ટ નક્કી કરવા માટે રિલીઝ ડેટને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. હાઉસફુલ 5 હવે 6 જૂન 2025એ રિલીઝ થશે. 

હાઉસફુલ 5 ની સ્ટાર કાસ્ટ  

પહેલા અક્ષય કુમાર સ્ટારર કોમેડી ફિલ્મ આગામી વર્ષે એટલે કે દિવાળી 2024 પર મોટા પડદે આવવાની આશા હતી. જોકે લેટેસ્ટ એનાઉન્સમેન્ટ બાદ ચાહકોને ઝટકો લાગ્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખનું નામ હાઉસફુલ 5 માટે કન્ફર્મ થયુ છે. અફવા છે કે જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને બોબી દેઓલ પણ અપકમિંગ ફિલ્મનો ભાગ હોઈ શકે છે. આ સૌની વચ્ચે આ ફ્રેન્ચાઈઝી પ્રત્યે ચાહકોના પ્રેમનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આ પહેલી ફ્રેન્ચાઈઝી હશે જેની પાંચ ફિલ્મો હશે. આ ફ્રેન્ચાઈઝીનો છેલ્લો ભાગ એટલે કે હાઉસફુલ 4, 2019માં રિલીઝ થયો હતો. 


Google NewsGoogle News