Teaser : રજનીકાંતની લાલ સલામને ટક્કર આપશે મોટા બજેટની ફિલ્મ 'અયલાન', આદિપુરુષ કરતા સારું VFX

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Teaser : રજનીકાંતની લાલ સલામને ટક્કર આપશે મોટા બજેટની ફિલ્મ 'અયલાન', આદિપુરુષ કરતા સારું VFX 1 - image


                                                           Image Source: Twitter

મુંબઈ, તા. 07 ઓક્ટોબર 2023 શનિવાર

શિવકાર્તિકેયનની અપકમિંગ તમિલ સાયન્સ-ફિક્શન ફિલ્મ અયલાન નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ શિવકાર્તિકેયનની મચ અવેટેડ ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર ખૂબ ઈમ્પ્રેસિવ અને એટ્રેક્ટિવ છે. તેનું VFX સારુ છે. જેના વિશે ચાહકોનું કહેવુ છે કે આ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરૂષના VFXને ફેલ કરી દેશે. ટીઝર જોયા બાદ નેટિજન્સ અને ચાહકો આ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બે મિનિટ છ સેકન્ડના ટીઝરમાં એક સારી કહાની અને ભવિષ્યની દુનિયા જોવા મળે છે.

અયલાન એક એલિયનના કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ છે. જેમાં સારા VFXની સાથે-સાથે એક્શન પણ ભરપૂર જોવા મળી રહ્યુ છે જે દર્શકોને મનોરંજન પૂરુ પાડવાનું નક્કી કરે છે. ટીઝરને શેર કરતા મેકર્સે લખ્યુ, અયલાન એક સાયન્સ-ફિક્શન ફિલ્મ છે જે તમને અંતરિક્ષની રોમાંચક યાત્રા પર લઈ જાય છે. ફિલ્મમાં એ.આર રહેમાનનું મ્યૂઝિક છે. આ એક એપિક કહાની છે જેને તમે પહેલા ક્યારેય જોઈ નહીં હોય. અયલાનનું ટીઝર રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યુ છે. ચાહકો તેના સીન્સના વખાણ કરી રહ્યા છે અને તેને આદિપુરુષ કરતા સારા ગણાવી રહ્યા છે.  

અયલાનના VFX આદિપુરુષ કરતા સારા છે 

યુઝર્સે લખ્યુ, ખૂબ ઉત્સાહિત છુ, વીએફએક્સ અને સીજીઆઈ ખૂબ સ્પષ્ટ દેખાય છે. આ વર્ષે રિલીઝ થયેલી 600 કરોડની ફિલ્મ કરતા ખૂબ સારુ. એસકે (શિવકાર્તિકેયન) અન્નાને નવા ચેલેન્જિંગ રોલમાં જોઈને ખુશી થાય છે. વીએફએક્સ આદિપુરુષ કરતા સારા છે. 

રજનીકાંતની ફિલ્મ લાલ સલામ સાથે અયલાન ટકરાશે

અયલાનની કહાની આર.રવિકુમારે લખી છે અને તેને ડાયરેક્ટ પણ તેમણે જ કરી છે. અયલાનમાં શિવકાર્તિકેયન, રકુલ પ્રીત સિંહ, કરુણાકરણ, યોગી બાબુ, શરદ કેલકર, ઈશા કોપિકર, ડેવિડ બ્રોટન-ડેવિસ જેવા પ્રતિભાશાળી કલાકાર છે. અયલાન પોંગલના અવસરે આગામી વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. તેની ટક્કર રજનીકાંતની 'લાલ સલામ' અને સુંદર સી ની 'અરનમનઈ' સાથે થશે. 


Google NewsGoogle News