Get The App

સાપોની તસ્કરીના આરોપો બાદ સામે આવ્યો એલ્વિશ યાદવ, બોલ્યો- તમામ આરોપો ખોટા

આ ખોટા આરોપ છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી : એલ્વિશ યાદવ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
સાપોની તસ્કરીના આરોપો બાદ સામે આવ્યો એલ્વિશ યાદવ, બોલ્યો- તમામ આરોપો ખોટા 1 - image


big boss winner elvish yadav in trouble reply : બિગ બોસ વિનર રહી ચૂકેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. નોઈડા પોલીસે (Noida Police File FIR Against Elvish Yadav)  તેની સામે FIR દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે એલ્વિશ યાદવની સ્પષ્ટતા સામે આવી છે અને તેને કહ્યું કે, આ એકદમ ખોટા આરોપો છે. તેને સંપૂર્ણ મામલા પર સફાઈ આપતો એક વીડિયો પણ શેર કર્યો હતો.

એલ્વિશ યાદવે આપી સ્પષ્ટતા 

વીડિયો પોસ્ટ કરી એલ્વિશ યાદવે જણાવ્યું કે, હું સવારે જાગ્યો ત્યારે મેં મીડિયામાં જોયા કે મારા વિરુધ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલાના આરોપો લાગવામાં આવ્યા છે. ઉપરાંત મારી ધરપકડ કરવામાં આવી છે. આ બધી બાબતો પર હું સ્પષ્ટતા કરવા માગુ છું કે, આ ખોટા આરોપ છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. 

કઈ રીતે થયો ખુલાસો? 

આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલો છે. માહિતી અનુસાર એલ્વિશ પર તસ્કરીથી લઈને ગેરકાયદે રીતે રેવ પાર્ટી આયોજિત કરવાનો પણ આરોપ છે. તે તસ્કરી કરનારા લોકો સાથે પણ જોડાયેલો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.  માહિતી અનુસાર એક એનજીઓએ સ્ટિંગ ઓપરેશન કરી નોઈડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જ નોઈડા પોલીસે આ કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડા પાડી 5 લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસને અહીંથી 5 કોબરા સાંપ અને તેમનો ઝેર મળી આવ્યા હતો. 

ધરપકડ કરાયેલા લોકોએ નામ આપ્યું 

માહિતી અનુસાર પોલીસે જ્યારે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો તેમણે બિગ બોસમાં વિજેતા બનેલા એલ્વિશ યાદવનું નામ આપ્યું હતું. પોલીસે પણ એલ્વિશ સામે તેના આધારે એફઆઈઆર દાખલ કરી દીધી છે. આ એફઆઈઆર પીપલ ફોર એનિમલમાં એનિમલ વેલફેર ઓફિસરના પદે કાર્યરત ગૌરવ ગુપ્તાએ નોંધાવી હતી. આ મામલે મેનકા ગાંધીએ પણ એલ્વિશ યાદવને કિંગપિન ગણાવતાં તેની ધરપકડની માગણી કરી હતી. મેનકા ગાંધીએ કહ્યું કે લોકો ટીઆરપી અને વીડિયો માટે કંઈપણ કરી રહ્યા છે. ગમે તે હદ વટાવી રહ્યા છે.  


Google NewsGoogle News