ભૂમિ પેડણેકરની બ્રાન્ડ ઇક્વિટી એક વર્ષમાં ડબલ થઈ
- સાતત્યપૂર્ણ ભૂમિકાઓનો ફાયદો મળ્યો
- ભૂમિ પાસે ગયાં વર્ષમાં ત્રણ જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હતાં જે હવે સાત થઈ ગયાં
મુંબઇ : બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડણેકરની બ્રાન્ડ ઈક્વિટીમાં છેલ્લાં એક વર્ષમાં જ બમણો વધારો થયો છે. અભિનેત્રીની ફિલ્મો તથા સોશિયલ મીડિયા પર સતત હાજરી તથા સાતત્યપૂર્ણ ભૂમિકાઓને લીધે તેને ફાયદો થયાનું માનવામાં આવે છે.
એક અહેવાલ અનુસાર ભૂમિ પાસે ગયાં વર્ષે માત્ર ત્રણ બ્રાન્ડનાં એન્ડોર્સમેન્ટ હતાં. તેને બદલે હવે તેની પાસે હાલ સાત બ્રાન્ડ છે. ગ્લોમલ કોસ્મટિક તથા હાઇજિન અને બીજી કેટલીક પ્રોડક્ટસની જાહેરખબરો તેને મળે છે.
ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે ભૂમિએ બહુ સચેત રીતે પોતાની એક સિમ્પલ પણ મહેનતુ હિરોઈન તરીકેની બ્રાન્ડ ઈમેજ બનાવી છે. લોકો એવું માને છે કે જોઈ કોઈ રોલ ભૂમિએ પસંદ કર્યો હશે તો તે ચીલાચાલુ તો નહીં જ હોય. એક પછી એક દમદાર ભૂમિકાઓની પસંદગીના કારણે તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે. માત્ર ગ્લેમરના સહારે આગળ વધતી અન્ય હિરોઈનોની ભીડમાં તે અલગ તરી આવે છે આથી વિજ્ઞાાપન વિશ્વમાં પણ તેનું અલગ સ્થાન બની રહ્યું છે.
ભૂમિને પોતાની ભીડ, ધી લેડી કિલર, ગોવિંદા આલા રે, ભક્ષક તથા અફવા જેવી ફિલ્મોથી બહુ અપેક્ષાઓ છે.