Get The App

ભૂમિ પેડનેકર ડેન્ગ્યૂના ભરડામાં, હોસ્પિટલમાં દાખલ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ભૂમિ પેડનેકર ડેન્ગ્યૂના ભરડામાં, હોસ્પિટલમાં દાખલ 1 - image


- હોસ્પિટલના બિછાનેથી તસવીર શેર કરી

- એક મચ્છરે મને આઠ દિવસ ટોર્ચર કરી, પ્રદૂષણને લીધે ઈમ્યુનિટી ડાઉન છે

મુંબઇ : એકટ્રેસ ભૂમિ પેડનેકરને ડેન્ગૂય થતાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ખુદ ભૂમિએ પોતાની બીમારીની વિગતો શેર કરી છે. 

ભૂમિએ હોસ્પિટલના બિછાનથી પોતાની તસવીર શેર કરતાં લખ્યું છે કે એક મચ્છરે મને અને મારા પરિવારને આઠ દિવસથી ટોર્ચર આપ્યું છે. ડેન્ગ્યૂના કારણે મારી આ હાલત થઈ છે. પ્રદૂષણના કારણે ઈમ્યુનિટી પર પણ માઠી અસર પડી છે. 

ભૂમિએ પોતાના ચાહકોને પણ ડેન્ગ્યૂ સામે તકેદારી લેવા  તથા પ્રદૂષણના કારણે ઘટતી રોગપ્રતિકારક શક્તિ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. 

સોશિયલ મીડિયા યૂઝર્સે  ભૂમિની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી, તેને કાળજી લેવા જણાવ્યું હતું અને તે ઉપરાંત તેને ઝડપભેર સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી. 

ભૂમિ તાજેતરમાં તેની 'ધી લેડી કિલર' ફિલ્મના કારણે ચર્ચામાં આવી છે. આ ફિલ્મના સર્જકોએ કબૂલ્યું છે કે તેમણે પૂરેપૂરાં શૂટિંગ વિના જ  આ ફિલ્મનું શૂટિંગ આટોપી લીધું છે. આ ફિલ્મને ટિકિટબારી પર પહેલા દિવસ પૂરા ૩૦૦ પ્રેક્ષક પણ મળ્યા ન હતા. 


Google NewsGoogle News