'ભૂલ ભુલૈયા 3'માં કાર્તિક vs બે ભૂત! ફિલ્મમાં વિદ્યા બાલન બાદ માધુરી દીક્ષિતની એન્ટ્રી?

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
'ભૂલ ભુલૈયા 3'માં કાર્તિક vs બે ભૂત! ફિલ્મમાં વિદ્યા બાલન બાદ માધુરી દીક્ષિતની એન્ટ્રી? 1 - image


Image:Twitter (X)

નવી મુંબઇ,તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની જબરદસ્ત સફળતા બાદ, 'ભૂલ ભુલૈયા 3'ના નિર્માતાઓએ વર્ષ 2022માં જાહેરાત કરી હતી. જેણે દર્શકોને ખૂબ હસાવ્યા અને ભરપૂર મનોરંજન પુરુ પાડ્યુ હતુ. 

હવે આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. ફેમસ હોરર-કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'ભુલ ભુલૈયા'ની ત્રીજી ઈન્સ્ટોલમેન્ટ 'ભુલ ભુલૈયા 3'ની જાહેરાત થઈ ચુકી છે. હવે ફિલ્મની સ્ટાર કાસ્ટથી વધુ એક લેડિઝ એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે એક્ટર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતને કંફર્મ કરી છે.  કાર્તિકે ફિલ્મની અનાઉન્સમેન્ટની સાથે મંજુલિકા વિદ્યા બાલનની પણ ફિલ્મનો ભાગ હોવાની વાત કન્ફર્મ કરી છે. 

સોમવારે કાર્તિક આર્યનએ તેના ઇન્સ્ટાગ્રામ પર 'ભૂલ ભૂલૈયા' અને 'ભૂલ ભૂલૈયા 2'ના પ્રખ્યાત ગીત 'આમી જે તોમાર...'નું મિક્સ વર્ઝન શેર કરતા કહ્યું કે, મોસ્ટ ધ અવેઇટેડ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' આ વર્ષે દિવાળી 2024માં રિલીઝ થશે.

આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. દરમિયાન, ચાહકો એ વાતને લઈને પણ ઘણા ખુશ છે કે 'મંજુલિકા' એટલે કે વિદ્યા બાલન ફરી એકવાર ફિલ્મમાં જોવા મળશે. 

એક અહેવાલ અનુસાર, ફિલ્મમાં માધુરી દીક્ષિતની એન્ટ્રીને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યા બાલન પછી માધુરી દીક્ષિત પણ અનીસ બઝમીની 'ભૂલ ભૂલૈયા 3'ની સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ છે.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું, 'ટીમને લાગ્યું કે આ સ્ટોરીમાં વધુ એક ભાવના ઉમેરવામાં આવશે. તેથી જ માધુરીને કાસ્ટ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, હવે તે માધુરી અને વિદ્યા બાલન પ્લે કરવામાં આવેલા બે ભૂત હશે. 

નિર્માતાઓએ બંને અભિનેત્રીઓને પહેલીવાર સ્ક્રીન પર એકસાથે લાવીને ટ્રમ્પ કાર્ડ રમ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. જો કે આ સમાચારને લઈને માધુરી દીક્ષિત તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, આ ફિલ્મમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળવાના છે.


Google NewsGoogle News