પિતાના પૈસે મોબાઈલમાં મેચ જોનારા બેરોજગાર: વર્લ્ડકપના જીતના જશ્ન પર ભડકી આ સિંગર
Bhojpuri Singer Neha Singh Rathore on World Cup 2024 Victory: T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને શનિવારે 7 રનથી હરાવીને 17 વર્ષ બાદ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતની આ જીત પર આખા દેશમાં જશ્નનો માહોલ છે. પરંતુ હવે જીત પર જશ્ન મનાવનારા પર ભોજપુરી સિંગર નેહા સિંહ રાઠોડ ભડકી ગઈ છે.
ભોજપુરી સિંગરે પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરી અને લખ્યું કે, બત્રીસ વર્ષની ઉંમરે પિતાના પૈસાથી ખરીદેલા મોબાઈલમાં નેટ પેક કરાવીને ક્રિકેટને પોતાનો ધર્મ ગણાવનારા બેરોજગાર તમે માત્ર દયાને પાત્ર છે. ક્રિકેટ અને હિન્દુ રાષ્ટ્ર જેવા મુદ્દાઓથી પોતાનું મનોરંજન કરશો? જ્યાં સુધી તમે અને તમારા જેવા લાખો યુવાનો બેરોજગાર રહેશે ત્યાં સુધી દેશ નહીં જીતશે.
बत्तीस साल की उम्र में बाप के पैसों से ख़रीदे मोबाइल में नेट पैक डलवाकर क्रिकेट को अपना धर्म बताने वाले बेरोज़गार… तुम सिर्फ़ दया के पात्र हो.
— Neha Singh Rathore (@nehafolksinger) June 30, 2024
क्रिकेट और हिन्दू-राष्ट्र जैसे झुनझुनों से ख़ुद को कब तक बहलाओगे?
देश तब तक नहीं जीतेगा जब तक तुम और तुम्हारे जैसे लाखों युवा… pic.twitter.com/2s07BTtEyj
આ સવાલ કર્યો
તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, બ્રિટિશ શાસન અને તેના ગુલામ દેશોની આ રમતમાં દેશભક્તિ તલાશ કરનારા મારા ભાઈઓ તમે છેલ્લે હોકીની આખી મેચ ક્યારે જોઈ હતી? ભારતે સાત વિકેટે 176 રનનો પડકારજનક સ્કોર બનાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પડકારને આઠ વિકેટે 169 રન પર અટકાવી દીધુ હતું.
હાર્દિક પંડ્યાએ 20 રનમાં ત્રણ વિકેટ અને જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ ઝડપીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ હવે 17 વર્ષ બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ફરી T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.
ભારતની આ જીત બાદ આખા દેશમાં જશ્ન મનાવવામાં આવ્યો. તમામે ટીમને વર્લ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. પરંતુ નેહા સિંહ રાઠોડને આ પસંદ નથી આવી રહ્યું. તેણે જશ્ન મનાવનારને બેરોજગાર ગણાવી દીધા. હવે તેની આ સોશિયલ મીડિયા પોસ્ટની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.