ભારત રત્ન પી.વી. નરસિમ્હા રાવના જીવન પર પ્રકાશ ઝા બનાવશે વેબ સીરિઝ, નામ હશે ‘હાફ લાયન’

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ભારત રત્ન પી.વી. નરસિમ્હા રાવના જીવન પર પ્રકાશ ઝા બનાવશે વેબ સીરિઝ, નામ હશે ‘હાફ લાયન’ 1 - image


નવી મુંબઇ,તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

ભારતના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. Aha Studio અને Applause Entertainment ટૂંક સમયમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા પીવી નરસિમ્હા રાવની બાયોપિક સીરીઝ લાવી રહ્યાં છે. આ સિરીઝનું નામ 'હાફ લાયન' હશે. જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે.    

આ સીરિઝનું નામ નરસિમ્હા રાવના જીવનચરિત્રથી પ્રેરિત છે, જે વિજય સીતાપતિ દ્વારા લખવામાં આવ્યું છે. 

ભારતની અર્થવ્યવસ્થાને બદલવા માટે પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. આ સન્માન 1991 થી 1996 સુધીના તેમના કાર્યકાળ અને યોગદાનને સન્માનિત કરે છે. આહા સ્ટુડિયો અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિર્મિત આ સીરીઝનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રકાશ ઝા કરી રહ્યા છે. 

કેવુ છે ટીઝર?

ટીઝરમાં તમે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની અલગ-અલગ તસવીરો જોઈ શકો છો. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપેયી સાથે બેસીને વાત કરતા જોવા મળે છે. ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે - અમે ભારત રત્ન વિજેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના વારસાનું સન્માન કરી રહ્યા છીએ. આ સ્ટોરીને દર્શકો સુધી પહોંચાડવામાં અમને ગર્વ છે.

સિરીઝનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે. આ પ્રીમિયમ પેન ઈન્ડિયા સિરીઝ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે. 



Google NewsGoogle News