ગુજરાતી અને હિન્દી ફિલ્મો કરનારી દિગ્ગજ એક્ટ્રેસનું 67 વર્ષની ઉંમરે નિધન, ટીવી શોમાં બનાવી હતી નામના
નવી મુંબઇ,તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર
પીઢ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 8 ઓક્ટોબરના રોજ અવસાન 67 વર્ષની વયે થયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત બગડી રહી હતી. જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતી ભૈરવીએ આખરે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.
ભૈરવી વૈદ્યનું કેન્સરને કારણે અવસાન થયું
મળતી માહિતી પ્રમાણે અભિનેત્રી ભૈરવી વૈદ્ય છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા. તાજેતરમાં જ તેમની પુત્રી જાનકી વૈદ્યએ તેમની માતાને ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, "મારા માટે તમે મારી, માતા, મમ્મી, નાની, ભૈરવી... એક રંગીન, નિર્ભય, રચનાત્મક, સંભાળ રાખનારી, જવાબદાર!" પત્ની અને માતા-પિતા પહેલા એક અભિનેતા!!!"
સલમાન ખાન સાથે આવ્યા હતા નજર
અભિનેત્રીએ ઘણી ટેલિવિઝન સિરિયલો તેમજ નાટકો અને ફિલ્મો કરી છે. વૈદ્ય ગુજરાતી સિનેમામાં પણ ખૂબ પ્રખ્યાત હતા. બોલિવૂડમાં, તેણે હમરાઝ, હેરા ફેરી, વોટ્સ યોર રાશિ, ક્યા દિલ ને કહા અને અન્ય જેવા પ્રોજેક્ટ્સ કર્યા છે. વૈદ્યએ અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનની 1999 માં સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ'માં સહાયક ભૂમિકા ભજવી હતી. સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી અભિનીત 2001ની ફિલ્મ ચોરી ચોરી ચુપકે ચુપકેમાં તે સહાયક કલાકાર તરીકે પણ જોવા મળ્યા હતા.