પહેલીવાર સ્ક્રિન શેર કરશે અનન્યા પાંડે અને સારા અલી ખાન

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
પહેલીવાર સ્ક્રિન શેર કરશે અનન્યા પાંડે અને સારા અલી ખાન 1 - image

 

નવી મુંબઇ,તા. 1 ફેબ્રુઆરી 2024,ગુરુવાર 

બી-ટાઉનની નવી બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે અને સારા અલી ખાન ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને કોફી વિથ કરણમાં એકબીજાને એક્સપોઝ કરતા જોવા મળ્યા હતા. અનન્યા અને સારા પણ એકબીજાની લવ લાઈફ વિશે ઘણું બધું જાણે છે. 

મળતા રિપોર્ટ પ્રમાણે હવે આ જોડી ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા અને સારા કોકટેલ 2માં જોવા મળી શકે છે. કોકટેલનાં નિર્માતા હવે કોકટેલ 2 બનાવવાનું વિચારી રહ્યાં છે. 

અનન્યા પાંડે અને સારા અલી ખાન બંને મેડૉક ફિલ્મ્સની ઑફિસની બહાર જોવા મળી હતી. આ પ્રોડક્શન હાઉસે કોકટેલ બનાવી હતી. બંને એક્ટ્રેસ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. 

દેશી બોયઝ 2

અક્ષય કુમાર અને જોન અબ્રાહમની દેશી બોયઝની સિક્વલ બની રહી છે. તેની સિક્વલમાં અક્ષય કે જ્હોન બેમાંથી કોઈ જોવા મળશે નહીં. આ વખતે ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને વરુણ ધવનની જોડી જોવા મળશે. તેની સાથે ચર્ચા છે કે, અનન્યા પાંડેને પણ આ ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવી છે. જોકે, ફિલ્મની કાસ્ટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કોકટેલની વાત કરીએ તો, આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સારાના પિતા સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ડાયના પેન્ટીએ કોકટેલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય ડિમ્પલ કાપડિયા અને રણદીપ હુડ્ડાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ ક્રિટીક્સથી લઈને દર્શકો સુધી દરેકને પસંદ આવી હતી.


Google NewsGoogle News