બરાક ઓબામાની ફેવરિટ છે ભારતની આ ફિલ્મ, કહ્યું- તમારે પણ જોવી જોઈએ
Barack Obama Favorite Films: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ શેર કર્યું છે. બરાક ઓબામા ફિલ્મો અને મ્યૂઝિકના શોખીન છે. દર વર્ષે તેઓ આખી વિશ્વભરમાં બનેલી ફિલ્મો જુએ છે. ત્યારબાદ વર્ષના અંતે તેઓ સોશિયલ મીડિયા પર પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ શેર કરે છે અને ચાહકોને તે ફિલ્મ જોવાની સલાહ આપે છે. આ વખતે ઓબામાની યાદી ખાસ છે કારણ કે, તેમણે ડાયરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ 'All We Imagine as Light' ને પોતાની ફેવરિટ ફિલ્મ ગણાવી છે.
ઓબામાની ફેવરિટ બની આ ફિલ્મ
શુક્રવારે બરાક ઓબામાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ હતું. તેમાં લખ્યું છે કે, 2024ની બરાક ઓબામાની મનપસંદ ફિલ્મોનું લિસ્ટ. ઓલ વી ઈમેજીન એઝ લાઈટ, કોન્ક્લેવ, ધ પિયાનો લેસન, ધ પ્રોમિસ્ડ લેન્ડ, ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ, ડ્યૂન પાર્ટ 2, અનોરા, DiDi, શુગરકેન, A Complete Unknown. આ પોસ્ટના કેપ્શનમાં બરાક ઓબામાએ લખ્યું કે, આ કેટલીક ફિલ્મો છે જે હું ઈચ્છું છું કે, તમે આ વર્ષે જુઓ.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ
ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ'નું બરાક ઓબામાની લિસ્ટમાં હોવું એ મોટી વાત છે. આ પરથી સાબિત થાય છે કે, આ શાનદાર ફિલ્મે બરાક ઓબામાનું દિલ પણ જીતી લીધું છે. ઈન્ટરનેશનલ સ્ટેજ પર ડાયરેક્ટર પાયલ કાપડિયાની આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી રહી છે. મે 2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થયું હતું. આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' સીધી મેઈન કમ્પિટિશનમાં સામેલ હતી. અને તેણે કાન્સનો બીજો બેસ્ટ એવોર્ડ ગ્રાન્ડ પ્રિકસ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મ લગભગ 30 વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ હતી જે કાન્સના મેઈન કમ્પિટિશનમાં પહોંચી. લગભગ 70 વર્ષમાં આ Grand Prix જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની.
આ પણ વાંચો: અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી
આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની ચર્ચા હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ'ના બદલે ડાયરેક્ટર કિરણ રાવની 'લાપતા લેડીઝ'ને ઓસ્કારમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. 'લાપતા લેડીઝ' હવે ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે.