બ્રેકઅપ બાદ બાદશાહના પ્રેમમાં પડી તારા સુતરિયા? શિલ્પા શેટ્ટીએ આપ્યા સંકેત
Badshah Tara Sutaria Dating Rumours: બોલિવૂડના પોપ્યુલર સિંગર અને રેપર બાદશાહ હાલમાં ટીવી રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ની સિઝન 15માં દેખાઈ રહ્યો છે. તે આ શોમાં શ્રેયા ઘોષાલ, વિશાલ દદલાની, મીકા સિંહ અને શિલ્પા શેટ્ટી સાથે જજ તરીકે નજર આવી રહ્યો છે. આ વચ્ચે જ હાલમાં બાદશાહની પર્સનલ લાઈફ અંગે પણ સમાચાર સામે આવ્યા હતા કે, તે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમીરને ડેટ કરી રહ્યો છે. હાનિયા તેના ઘણા કોન્સર્ટમાં જોવા મળી હતી. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે કોઈ નિવેદન નથી આપ્યું. આ વચ્ચે હવે બાદશાહનું નામ હવે બોલિવૂડની એક હસીના સાથે જોડવામાં આવી રહ્યું છે.
શિલ્પા શેટ્ટીએ આપ્યા સંકેત
વાસ્તવમાં 'ઈન્ડિયન આઈડલ 15' શોમાં જજ તરીકે નજર આવી રહેલા બાદશાહની ડેટિંગની ચર્ચા વચ્ચે શિલ્પા શેટ્ટીએ સંકેત આપ્યો છે કે તે બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. આજકાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બાદશાહ એક્ટ્રેસ તારા સુતારિયાને ડેટ કરી રહ્યો છે અથવા તે તેની ક્રશ છે. શિલ્પા શેટ્ટી પણ આ બાબતે તેને ચીડવતી જોવા મળી હતી. શોના વાઈરલ થયેલી વીડિયો ક્લિપમાં શિલ્પા શેટ્ટી કહી રહી છે કે, જ્યારથી તારા સુતરિયા શોમાં આવી છે, ત્યારથી બાદશાહ તેના વિશે જ વિચારી રહ્યો છે. શિલ્પાએ તારાનું નામ લઈને તેને ચીડવ્યો પણ હતો.
વાઈરલ વીડિયો ક્લિપમાં શિલ્પા શેટ્ટી બાદશાહ માટે 90ના દાયકાનું એક ગીત ગાય છે. તે કહે છે કે, 'બાદશાહ મેં સાંભળ્યું કે તુ હાલમાં દિવસે પણ તારા જોઈ રહ્યો છે, તારા જોઈ રહ્યો છે તું.' અરે આપણે 90ના દાયકાનો સમય સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તો મને તારા માટે એક ખાસ ગીત યાદ આવી રહ્યું છે. ટન ટના ટન.....ટન ટન ટન તારા. ચલતી હૈ ક્યા 9 સે 12. અમે તો ગીત ગાય રહ્યા છીએ, તુ આટલો ગુસ્સે કેમ થાય છે? તેના પર બાદશાહ ખૂબ બ્લશ કરે છે.
બાદશાહ કે તારા સુતરિયા તરફથી કોઈ ઓફિશિયલ રિએક્શન સામે નથી આવ્યું
શિલ્પા શેટ્ટીના ગીત બાદ મીકા સિંહ કન્ફ્યૂઝ દેખાયો. તો બીજી તરફ શ્રેયા ઘોષાલ એક્ટ્રેસનો ઈશારો સમજી જાય છે અને પછી તે વિશાલ દદલાણીને પણ સમજાવે છે. તે વારંવાર તારાનું નામ લે છે તો તે પણ સમજી જાય છે. પરંતુ મીકા સિંહ કન્ફ્યૂઝ રહે છે. આ વિડીયો ખૂબ જ રમુજ છે, જેમાં બાદશાહનું શરમાળ રિએક્શન જોઈને લોકો આ સંબંધને કન્ફર્મ માની રહ્યા છે. જોકે, હજું બાદશાહ કે તારા સુતરિયા તરફથી કોઈ ઓફિશિયલ રિએક્શન સામે નથી આવ્યું, અને ન તો તે બંનેએ ડેટિંગના સમાચારને કન્ફર્મ કર્યા છે.
આ પણ વાંચો: 'કામને ન્યાય ન મળતા...' દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું
તારા સુતરિયાનું આદર જૈન સાથે બ્રેકઅપ
નોંધનીય છે કે તારા સુતારિયા 2023માં બ્રેકઅપના દુ:ખમાંથી પસાર થઈ હતી. તેનું અને આદર જૈનનું બ્રેકઅપ થઈ ગયું. બંને 2019થી 2023 સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. બ્રેકઅપના થોડા સમય બાદ આદર જૈને અલેખા અડવાણી સાથેના પોતાના સંબંધોને સત્તાવાર બનાવ્યા અને આ વર્ષની શરૂઆતમાં 21 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા. લગ્ન પછી, અભિનેતાએ તારા સાથેના પોતાના સંબંધોને ટાઈમપાસ ગણાવ્યા હતા, જેના પછી તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.