VIDEO: કોન્સર્ટમાં લાગ્યા હની સિંહના નારા તો બાદશાહ બગડ્યો, કહ્યું 'તારા પપ્પાનું કમબેક...'

- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
VIDEO: કોન્સર્ટમાં લાગ્યા હની સિંહના નારા તો બાદશાહ બગડ્યો, કહ્યું 'તારા પપ્પાનું કમબેક...' 1 - image


Badshah on Honey Singh : બાદશાહ અને હની સિંહની લડાઈ જૂની છે. વચ્ચે-વચ્ચે બંને લોકો એક-બીજા પર ટીકા-ટિપ્પણી કરતા રહે છે. જેના કારણો તેમના ચાહકો વચ્ચે હંમેશા મતભેદ રહે છે. આવું જ કંઈક બાદશાહના હાલના કોન્સર્ટમાં થયુ હતું. તેમાં બાદશાહ હની સિંહના કમબેક પર કોમેન્ટ કરી રહ્યો હતો. હની સિંહના કેટલાક ચાહકો બાદશાહના કોન્સર્ટમાં હનીના નારા લગાવવા લાગ્યા. તેના પર બાદશાહે કહ્યું કે, કેટલાક લિરિક્સ લખીને આપુ છું તમારા પપ્પાનું કમબેક થઈ જશે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

'કમબેક' શબ્દ હની સિંહ અને બાદશાહના ચાહકો વચ્ચે મતભેદનું કારણ બની ગયો છે. તેના પાછળની સ્ટોરી એ છે કે, યો યો હની સિંહ બીમાર પડી ગયો હતો. તે કેટલાક વર્ષો સુધી મ્યૂઝિકથી દૂર રહ્યો. તે સારવાર કરાવીને પરત ફર્યો ત્યાં સુધીમાં બાદશાહે માર્કેટ પર કબજો કરી લીધો હતો. ચાહકો આશા કરી રહ્યા હતા કે, હની સિંહ બીમારીમાંથી પરત ફર્યા બાદ તોડ-ફોડ ગીતથી જબરદસ્ત વાપસી કરશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હની સિંહના ગીત પહેલા જેવા નથી ચાલી રહ્યા. જ્યારે બાદશાહના ગીત જોરદાર ચાલી રહ્યા છે.  

છેલ્લા દિવસોમાં બાદશાહે 'ગોન ગર્લ'નું એક ગીત બનાવ્યું હતું. તેની હુકલાઈન છે 'લડકી ખરાબ'. આ ગીતમાં બાદશાહ કહી રહ્યો છે- 

'ઈનસે ગેમ ક્રેક હી નહીં હો રહા,

હિટ કોઈ ટ્રેક હી નહીં હો રહા, 

યહાં મેને ફઇર સીન ચેન્જ કર દિયા,

ઓર કુછ લોગો કા કમબેક હી નહી હો રહા'

કોન્સર્ટમાં હની સિંહના નારા પર બાદશાહ બગડ્યો

બાદશાહના આ ગીતની આ લાઈનને યો યો હની સિંહ પર કટાક્ષની જેમ જોવામાં આવી રહી છે. ત્યારથી જ 'કમબેક' શબ્દ હની સિંહના ચાહકો માટે ટ્રિગર બની ગયો છે. બાદશાહના કોન્સર્ટ પરથી જે ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર બાદશાહ પરફોર્મ કરી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો Yo Yo Honey Singhના નામના નારા લગાવે છે. ત્યારબાદ બાદશાહ તેમની તરફ જાય છે અને સ્ટેજ પરથી જ કહે છે કે- તમે પણ આવ્યા છો? એક પેન અને પેપર આપજો. ગિફ્ટ લાવ્યો છું તમારા માટે. કેટલીક લિરિક્સ લખીને આપુ છું. તમારા પપ્પાનું કમબેક થઈ જશે. આ જ કામ રહી ગયુ છે તમારું. બીજુ તો છે નહીં કંઈ.

બાદશાહનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર ખૂબ કોમેન્ટ જોવા મળી રહી છે. કોઈ બાદશાહના સપોર્ટમાં વાત કરી રહ્યા છે તો કોઈ હની સિંહને સપોર્ટ કરી રહ્યા છે.


Google NewsGoogle News