Get The App

બાદશાહ આ પંજાબી એક્ટ્રેસને કરી રહ્યા છે ડેટ, ડિવોર્સના 2 વર્ષ બાદ સિંગરને થયો પ્રેમ

Updated: Oct 12th, 2022


Google NewsGoogle News
બાદશાહ આ પંજાબી એક્ટ્રેસને કરી રહ્યા છે ડેટ, ડિવોર્સના 2 વર્ષ બાદ સિંગરને થયો પ્રેમ 1 - image

મુંબઈ, તા. 12 ઓક્ટોબર 2022, બુધવાર

બોલિવુડના મશહૂર સિંગર અને રેપર બાદશાહ પોતાના ગીતો દ્વારા અનેક લોકોના દિલોમાં રાજ કરે છે. તાજેતરમાં તેમના વિશે એક ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. કહેવાઈ રહ્યું છે કે બાદશાહ પંજાબની એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યા છે. બન્ને છેલ્લા એક વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેમણે આ વાતને દુનિયાથી છુપાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેમની આ યુક્તિ કામ લાગી નહીં. તમને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા જ બાદશાહના તેમની પત્ની જૈસ્મિન સાથે છૂટાછેડા થયા હતા. 

બાદશાહનું દિલ જીતનાર પંજાબી એક્ટ્રેસ ઈશા રિખી છે. બન્નેની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. તેમના સંબંધની શરૂઆત મિત્રતા થઈ હતી પરંતુ ધીરે ધીરે તેમની મિત્ર તા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી. એખ સૂત્ર જણાવ્યું હતું કે, 'બાદશાહ અને ઈશાને ખબર પડી સંગીત અને ફિલ્મોમાં બન્નેની પસંદ એક જેવી છે. બાદશાહ અને ઈશાએ પોતાના પરિવારને પણ તેમના રિલેશનશીપની જાણકારી આપી દીધી છે.' જો કે હજુ સુધી બાદશાહ અને રિખીએ આ મુદ્દે કંઈ કહ્યું નથી. 

લોકડાઉનમાં થયો હતો બાદશાહનો ડિવોર્સ

તમને જણાવી દઈએ કે, બાદશાહ અને જૈસ્મિનના ડિવોર્સ લોકડાઉનમાં થયા હતા. લોકડાઉન દરમિયાન જૈસ્મિન કથિત રીતે લંડનમાં શિફ્ટ થઈ ગઈ હતી. બન્નેના સંબંધમાં ખટપટ ચાલું હતી જે તેમને ડિવોર્સ સુધી દોરી ગઈ હતી. બાદશાહ અને જૈસ્મિનની એક પુત્રી પણ છે. તેનું નામ જેસમી ગ્રેસ સિંહ છે. 


Google NewsGoogle News