VIDEO: આર્મીમેન બનીને દેશ બચાવતા નજરે પડશે અક્ષય-ટાઈગર, બડે મિયાં-છોટે મિયાંનું ટ્રેલર રીલીઝ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
VIDEO: આર્મીમેન બનીને દેશ બચાવતા નજરે પડશે અક્ષય-ટાઈગર, બડે મિયાં-છોટે મિયાંનું ટ્રેલર રીલીઝ 1 - image


નવી મુંબઇ,તા. 26 માર્ચ 2024, મંગળવાર 

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ચર્ચામાં છે. ફિલ્મના ટીઝર અને ગીતો રિલીઝ થયા બાદથી દર્શકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકોના ઉત્સાહને જોઈને ફિલ્મના નિર્માતાઓએ આજે 'બડે મિયાં છોટે મિયાં'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. 

'બડે મિયાં છોટે મિયાં'ના નિર્માતાઓએ 26 માર્ચે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર એક્શન સીનથી ભરેલું છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અલગ-અલગ લેવલના સ્ટંટ કરતા જોવા મળ્યા છે. ફિલ્મમા બંને સ્ટાર્સ દેશના એક એવા દુશ્મનને ખતમ કરવા નીકળ્યા છે જેના વિશે કોઈને કંઈ જાણ નથી.

ટ્રેલરમાં ટાઈગર અને અક્ષય કહેતા જોવા મળે છે, 'દિલ સે સોલ્ઝર દિમાગ સે શૈતાન હૈ હમ.. બચ કે રહના હમસે હિંદુસ્તાન હૈ હમ.ટ્રેલરના અંતે આ એક્શન જોડી એકબીજાની દુશ્મન બની જાય છે.

ફિલ્મમા સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અલાયા એફ અને માનુષી છિલ્લર ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ અલી અબ્બાસ ઝફરે લખી છે અને નિર્દેશિત કરી છે. ફિલ્મના નિર્માતા વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2024ના રોજ ઈદના અવસર પર મોટા પડદા પર રિલીઝ થશે.



Google NewsGoogle News