સૂર્યા માટે માઠા દિવસો, બિગ બજેટ કર્ણ ફિલ્મ બંધ અભેરાઈ પર
- બિગ બજેટ કંગુવા પણ ફલોપ ગઈ
- રાકેશ ઓમ પ્રકાશ મહેરાનો ડ્રીમ પ્રોજેક્ટ અટક્યો, હવે નવા ફાઈનાન્સિઅરની શોધમાં
મુંબઇ : રાકેશ ઓમપ્રકાશ મહેરાની સૂર્યાની મુખ્ય ભૂમિકા ધરાવતી 'કર્ણ' ફિલ્મ હાલ આર્થિક ભીડના કારણે ડબ્બા બંધ કરવી પડી છે. નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટે રાકેશઓમપ્રકાશ મહેરાને બજેટમાં કાપ મૂકવા કહ્યું હતું. પરંતુ, રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ તે માટે આનાકાની કરી હતી.
હવે તેઓ નવા ફાઈનાન્સિઅરની શોધમાં હોવાનું કહેવાય છે.
સૂત્રોનું કહેવું છેકે, તમિલ સુપરસ્ટાર સૂર્યાની હાલની ફિલ્મ કંગુવા બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ છે.જેથી નિર્માતાઓ હવે સૂર્યાની કોઈ બિગ બજેટ ફિલ્મ માટે રોકાણ કરતાં ખચકાઈ રહ્યા છે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાના દાવા અનુસાર તેમણે ઐતિહાસિક અને પૌરાણિક કથા પરથી આ ફિલ્મ બનાવવાના સંશોધનમાં વરસો કાઢી નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરની અશ્વત્થામા પર પણ હાલ બ્રેક લાગી ગઇ છે. જ્યારે વિક્કી કૌશલ અનેઆદિત્ય ધરની અશ્વત્થામાને પણ રોકી દેવામાં આવી છે.