PHOTOS : નેપાળી દુલ્હન લાવશે 'બાલવીર' ફેમ ગુજરાતી એક્ટર, લગ્નના કાર્યક્રમ શરૂ, સગાઈ કામાખ્યા મંદિરે કરી હતી
Baalveer Fame Dev Joshi -Aarti Wedding Ritual: ફેમસ ટીવી એક્ટર દેવ જોશીએ 'બાલવીર'નું પાત્ર ભજવીને માત્ર બાળકોના જ નહિ પરંતુ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. એવામાં હવે એક્ટર દેવ જોશી વરરાજા બનવાનો છે.
દેવ જોશીએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ સગાઈ કરી હતી અને હવે દેવ નેપાળની રહેવાસી આરતી સાથે સાત ફેરા લેતો જોવા મળશે. ખાસ વાત એ છે કે દેવ જોશી અને આરતીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને દેવ તેની જાન લઈને નેપાળ પહોંચી ગયો છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દેવ જોશી અને આરતીની મહેંદી સેરેમની પૂરજોશમાં શરૂ થઈ હતી. જેની તસ્વીરો એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં દેવની દુલ્હન આરતી ઓલિવ ગ્રીન સૂટમાં સુંદર લાગી રહી હતી. તેમજ તેની મહેંદી ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
દેવે તેની લેડી લવ આરતીના હાથ પર મહેંદી લગાવી. તેમજ આરતીએ પોતાના હાથ પર 'દેવ આરતી' લખીને દિલ બનાવ્યું છે. બંનેની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
'બાલવીર' એક્ટરે પણ તેની દુલ્હન સાથે પોઝ આપવામાં કોઈ કસર છોડી ન હતી. ફોટામાં બંનેની ખુશી સાતમા આસમાન પર જોવા મળી હતી. આ તસવીરો શેર કરતાં દેવએ લખ્યું, 'થોડી મહેંદી, ઘણો પ્રેમ અને જીવનભરનો યાદો.'
અભિનેતાએ નેપાળના કામાખ્યા મંદિરમાં સગાઈ કરી હતી. આ કપલને વર-કન્યા બનતા જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. દેવે સીરિયલ મહિમા શનિદેવ કી, કાશી જેવા શૉ કર્યા છે. પરંતુ તેને 'બાલવીર' શૉથી ઓળખ મળી. તે આ શૉની ચારેય સિઝનમાં જોવા મળ્યો છે.